<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

અમને આશા છે કે નવી સરકાર પોતાના વચનો અને જાહેરાતો પૂર્ણ કરશે, લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરી ઉતરશે અને બિહારના લોકોના જીવનમાં સકારાત્મક અને ગુણાત્મક પરિવર્તન લાવશે

નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર તેજસ્વી યાદવે આપી પ્રતિક્રિયા

નીતિશ કુમારે બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ઇતિહાસ રચ્યો છે. પટનાના ગાંધી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં NDA એ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. નીતિશ કુમાર અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં NDA એ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. ગાંધી મેદાનમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. PM મોદી અને નીતિશ કુમારે મંચ પરથી જનતાનો આભાર માન્યો. હવે, બિહારમાં વિરોધ પક્ષ આરજેડીના નેતા તેજસ્વી યાદવે પણ મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહ પર નિવેદન આપ્યું છે.

તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે લખ્યું છે કે, "બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ આદરણીય નીતિશ કુમારજીને હાર્દિક અભિનંદન. મંત્રી પરિષદના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરનારા બિહાર સરકારના તમામ મંત્રીઓને હાર્દિક અભિનંદન. એવી આશા છે કે નવી સરકાર પોતાના વચનો અને જાહેરાતો પૂર્ણ કરશે, લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરી ઉતરશે અને બિહારના લોકોના જીવનમાં સકારાત્મક અને ગુણાત્મક પરિવર્તન લાવશે."

  બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને નીતિશ કુમારે ઇતિહાસ રચ્યો છે. પટનાના ગાંધી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં NDA એ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. નીતિશ કુમાર અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં NDA શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. ગાંધી મેદાનમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. PM મોદી અને નીતિશ કુમારે મંચ પરથી જનતાનો આભાર માન્યો.

 

(6:49 PM IST)