<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કાશ્મીર ટાઈમ્સ ઓફિસ પર SIAના દરોડા : AK રાઈફલના 14 કારતુસ અને હેન્ડગ્રેનેડ જપ્ત : અખબારની ઓફિસમાં હથિયારો ક્યાંથી આવ્યા?સવાલો ઊભા થયા

કોમ્પ્યુટર અને દસ્તાવેજોની સઘન તપાસ હાથ ધરી : અખબારે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા

નવી દિલ્હી: જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સ ઓફિસ પર રાજ્ય તપાસ એજન્સી (SIA) ના દરોડાએ સમગ્ર મીડિયા જગત અને સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIA એ ઓફિસમાંથી AK રાઈફલના રાઉન્ડ, કારતૂસ, પિસ્તોલના રાઉન્ડ અને ત્રણ ગ્રેનેડ લિવર જપ્ત કર્યા છે. આવા હથિયારો મીડિયા ઓફિસ સુધી કેવી રીતે પહોંચ્યા તે પ્રશ્ને વાતાવરણ ગરમ્યું છે.

  જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સ ઓફિસ પર SIA ના દરોડા દરમિયાન, AK રાઈફલના રાઉન્ડ, કારતૂસ, પિસ્તોલના રાઉન્ડ અને ત્રણ ગ્રેનેડ લિવર મળી આવ્યા. એજન્સીએ ઓફિસના કોમ્પ્યુટર અને દસ્તાવેજોની સઘન તપાસ હાથ ધરી. અખબારે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા અને કહ્યું કે તેમને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ હવે હથિયારોના સ્ત્રોત પર કેન્દ્રિત છે.  

SIA ની આ કાર્યવાહી એક એવા કેસ સાથે સંબંધિત છે જેમાં અખબાર અને તેના પ્રમોટરો પર દેશની સાર્વભૌમત્વ વિરુદ્ધ સામગ્રી પ્રકાશિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસના સંદર્ભમાં ગુરુવારે ઓફિસની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કમ્પ્યુટર્સ, દસ્તાવેજો અને સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી હતી, જેના કારણે શસ્ત્રોનો આ જથ્થો મળી આવ્યો હતો.

દરોડા દરમિયાન, સુરક્ષા એજન્સીઓને ઓફિસની અંદર કબાટ અને સ્ટોરેજની તપાસ કરતી વખતે આ શસ્ત્રો મળી આવ્યા હતા. તપાસ અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ રાઉન્ડ, કારતૂસ અને ગ્રેનેડ લિવર ત્યાં કેવી રીતે અને ક્યારે છુપાવવામાં આવ્યા હતા.

કાશ્મીર ટાઈમ્સ સામે પહેલાથી જ કેસ નોંધાયેલો હતો

જ્યારે અખબાર પર જાહેર વ્યવસ્થા અને દેશની અખંડિતતા માટે હાનિકારક ગણાતા લેખો પ્રકાશિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ત્યારે SIA એ કાશ્મીર ટાઈમ્સ સામે FIR દાખલ કરી હતી. અગાઉ, ઓક્ટોબર 2020 માં, વહીવટીતંત્રે શ્રીનગરમાં અખબારની ઓફિસ સીલ કરી દીધી હતી.

(6:49 PM IST)