હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તામિલનાડુમાં કૂતરાઓનો આતંક : 2025માં 5.25 લાખથી વધુ લોકોને કરડયા : 28 લોકોના રેબીઝથી મોત : તાજેતરના અહેવાલમાં ખુલાસો
રખડતા અને પાળેલા કૂતરાઓ દ્વારા રસ્તાઓ પર રખડતા બાળકો પર હુમલા સામાન્ય બની ગયા

નવી દિલ્હી : તમિલનાડુમાં કૂતરા કરડવાના બનાવો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૫.૨૫ લાખ લોકો કૂતરા કરડવાથી પ્રભાવિત થયા છે, અને ૨૮ લોકોના રેબીઝના ચેપથી મૃત્યુ થયા છે. નાના બાળકો ખાસ કરીને આ ખતરાનો ભોગ બની રહ્યા છે. રખડતા અને પાળેલા કૂતરાઓ દ્વારા રસ્તાઓ પર રખડતા બાળકો પર હુમલા સામાન્ય બની ગયા છે. આના કારણે સ્થાનિક લોકો બહાર જવાથી ડરી રહ્યા છે.
ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧,૦૦,૦૦૦ થી વધુ રખડતા કૂતરાઓને મફતમાં રસી આપી છે. પાલતુ કૂતરા માલિકો માટે લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમાં યોગ્ય રસીકરણ અને માઇક્રોચિપિંગ જરૂરી છે.
તમિલનાડુમાં કૂતરા કરડવાના બનાવો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૫.૨૫ લાખ લોકો કૂતરા કરડવાથી પ્રભાવિત થયા છે, અને ૨૮ લોકોના રેબીઝના ચેપથી મૃત્યુ થયા છે. નાના બાળકો ખાસ કરીને આ ખતરાનો ભોગ બની રહ્યા છે.
કોર્પોરેશન દર રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરે છે, જેમાં મફત રસીકરણ, માઇક્રોચિપિંગ અને લાઇસન્સ જારી કરવામાં આવે છે. પાલતુ કૂતરાઓ માટે ઓનલાઈન લાઇસન્સિંગ પણ ઉપલબ્ધ છે.
2021: 3.19 લાખ લોકો અસરગ્રસ્ત, 19 મૃત્યુ
2022: 3.64 લાખ લોકો અસરગ્રસ્ત, 28 મૃત્યુ
2023: 4.41 લાખ લોકો અસરગ્રસ્ત, 18 મૃત્યુ
2024: 4.8 લાખ લોકો અસરગ્રસ્ત, 48 મૃત્યુ
2025 (અત્યાર સુધી): 5.25 લાખ લોકો અસરગ્રસ્ત, 28 મૃત્યુ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
