<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

દિલ્હી બ્લાસ્ટ કેસના 4 આરોપીઓને NIA કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પટિયાલા હાઉસ કોર્ટે ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી દીધા

નવી દિલ્હી :દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં NIAએ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી બ્લાસ્ટ કેસના 4 આરોપીઓને NIA કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ 4 આરોપીઓને NIAએ શ્રીનગરમાં આ ચારેયની ધરપકડ કરી હતી, જ્યાં તેમને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી પ્રોડક્શન વોરંટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી દીધા છે.

NIA તપાસ મુજબ, આ બધાએ હુમલાનું આયોજન અને અમલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિસ્ફોટમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. રાશિદ અલી વિસ્ફોટમાં વપરાયેલી કારનો માલિક હતો.

આતંકવાદી મોડ્યુલના દરેક ટેકનિકલ સપોર્ટ આપનાર દાનિશની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર કાવતરું અને મોડ્યુલના નેટવર્કનો પર્દાફાશ થાય. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા NIAને આ તપાસ સોંપવામાં આવી હતી. એજન્સી, દેશભરના વિવિધ રાજ્યોમાં પોલીસ સાથે મળીને, આ આતંકવાદી મોડ્યુલના દરેક સભ્ય સુધી પહોંચવા માટે કામ કરી રહી છે.

(9:17 PM IST)