હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના નિર્માણમાં ભાવનગરનું ખુબજ મહત્વ: ભાવનગરના મહારાજા દેશ માટે પ્રેરણારૂપ બન્યા: અમિતભાઇ શાહ
ભાવનગર જિલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું :નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરતા કહ્યું. સ્વચ્છતા મામલે ભાવનગર અગ્રેસર

ભાવનગર જિલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ નારી ચોકડી ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહે સભાને સંબોધન કરતા કહ્યું. સ્વચ્છતા મામલે ભાવનગર અગ્રેસર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગરની મુલાકાતે છે.સભાસ્થળે તેમનું આગમન થતાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા, કૃષિ મંત્રી વાઘાણી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું હતું. અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ભાવનગર છેલ્લા ઘણા સમયથી અતિ સુંદર શહેર રહ્યું છે. દેશના નિર્માણમાં ભાવનગરનું ખુબજ મહત્વ રહ્યું છે. ભાજપનું કાર્યાલય આધુનિક સુવિધાથી સજ્જ છે. વધુમાં અમિતભાઈ શાહે ભાવનગરના મહારાજાના વખાણ કરતા કહ્યું, ભાવનગરના મહારાજા દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, "દેશમાં સતત ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની છે." તેમણે બિહારના રાજકારણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "બિહારમાં સતત પાંચમી વાર NDAની સરકાર બની છે." વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, "એકબાજુ ઘમંડિયા ગઠબંધન છે અને બીજી બાજુ NDA ગઠબંધન છે," જે દેશના રાજકીય ચિત્રને સ્પષ્ટ કરે છે. બિહારની જેમ ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુપડા સાફ કરીશું. નવા કર્યાલયના ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામના....









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
