<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

ભુજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આવકારતા નાયબ ગૃહમંત્રી, સાંસદ, જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો

આવતીકાલે ભુજમાં બીએસએફના સ્થાપના દિવસમાં ઉપસ્થિત રહેશે

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમના નિયત કાર્યક્રમ મુજબ આજે રાત્રે ભુજ પહોંચી આવ્યા છે. તેમને એરપોર્ટ ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજાએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

   અમિતભાઈ આવતીકાલે ભુજમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. સરહદી કચ્છ જિલ્લો પ્રથમ વખત જ બીએસએફની સ્થાપના દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણીનો સાક્ષી બનશે.

(9:38 PM IST)