હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓલિમ્પિક ખેલાડી રહેલા રાયન વેડિંગને ડ્રગ્સની હેરાફેરી અને હત્યા જેવા ગુનામાં વોન્ટેડ :125 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર
રાયન પર આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યોની તસ્કરી અને હત્યા જેવા ગંભીર આરોપો:કેનેડાના પૂર્વ ઓલિમ્પિક સ્નોબોર્ડર રાયન વેડિંગના જીવનનો જાણો નાટ્યાત્મક ઘટનાક્રમ

ઓલિમ્પિક જેવા વૈશ્વિક સ્તરના ખેલ મહાકુંભમાં હિસ્સો લઈ ચૂકેલો માણસ ડ્રગ્સની હેરાફેરી અને હત્યા જેવા ગુના આચરીને વોન્ટેડ બની ગયો, એમ કહીએ તો એ કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે, પણ ફિલ્મી નહીં, આ વાસ્તવમાં બનેલી ઘટના છે. કેનેડાના પૂર્વ ઓલિમ્પિક સ્નોબોર્ડર રાયન વેડિંગના જીવનમાં આવો નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો છે.
રાયન પર આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યોની તસ્કરી અને હત્યા જેવા ગંભીર આરોપો લાગેલા છે. હાલમાં જ અમેરિકાએ રાયનની ધરપકડ કરાવવા બદલ આપવામાં આવતા ઈનામમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઓલિમ્પિકની ઝમકદાર દુનિયામાંથી ઉભરી આવેલો ખેલાડી મોસ્ટ વોન્ટૅડ ગુનેગાર કઈ રીતે બની ગયો એની કથા રસપ્રદ છે.
રાયન વેડિંગે 2002ના સોલ્ટ લેક સિટી ઓલિમ્પિક્સમાં કેનેડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેને કોઈ મેડલ નહોતો મળ્યો. તેણે સ્નોબોર્ડ ક્રોસ અને જાયન્ટ સ્લેલોમ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જ્યાં તે અનુક્રમે 31મા અને 33મા સ્થાને રહ્યો હતો. આમ, તેની ઓલિમ્પિક ભૂમિકા માત્ર એક પ્રતિસ્પર્ધી તરીકેની રહી હતી, પદક વિજેતા તરીકેની નહીં. રમતજગતમાં ખાસ સફળ ન થઈ શકવાને લીધે જ તે ગુનાખોરીની દુનિયા તરફ વળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.
અમેરિકા અને કેનેડાના પોલિસ દળો ભેગા મળીને 'ઓપરેશન જાયન્ટ સ્લેલોમ' નામનું સંયુક્ત તપાસ અભિયાન ચલાવ્યું છે, જેના ભાગરૂપે કેનેડામાં રાયનના ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા સાત લોકોને પકડવામાં આવ્યા છે. રાયનને એફબીઆઈની 'ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મેક્સિકોમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
