<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કર્ણાટક કોંગ્રેસમાં ફરી વાર કકળાટ : પાવર શેરિંગ ફોર્મ્યુલા લાગુ કરવા માંગ :શિવકુમાર જૂથના અનેક ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

શિવકુમાર જૂથના ધારાસભ્યોની એક જ માગ છે કે અઢી વર્ષ પહેલાં આપેલા વચનનું પાલન કરવામાં આવે. ઘણા શિવકુમાર સમર્થકો ઇચ્છે છે કે તેમના નેતા મુખ્યમંત્રી બને.

કર્ણાટક કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક સંઘર્ષ હવે ખુલીને સામે આવવા લાગ્યો છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના જૂથના 10 ધારાસભ્ય દિલ્હી પહોંચી ગયા છે, જેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ પર રાજ્યમાં ફરીથી પાવર શેરિંગ ફોર્મ્યુલા લાગુ કરવાનું પ્રેશર વધી રહ્યું છે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળના અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જેનાથી રાજ્યમાં મુખ્યમંત્રી પદના રોટેશન વાળી માગ ફરી એકવાર જોરશોરથી સામે આવી છે. ડીકે શિવકુમારના નજીકના તમામ ધારાસભ્ય ગુરૂવાર બપોરે દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. આ પાર્ટીના હાઈકમાન્ડ સાથે મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છે.

સૂત્રોના અનુસાર, ડીકે શિવકુમારનું જૂથ એવો દાવો કરી રહ્યા છે કે સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાની સાથે જ પાવર શેરિંગ એગ્રીમેન્ટનું સન્માન કરાવું જોઈએ અને તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે. શિવકુમાર જૂથના ધારાસભ્યોની એક જ માગ છે કે અઢી વર્ષ પહેલાં આપેલા વચનનું પાલન કરવામાં આવે. ઘણા શિવકુમાર સમર્થકો ઇચ્છે છે કે તેમના નેતા મુખ્યમંત્રી બને.

સૂત્રોના અનુસાર, મંત્રી એન. ચેલુવરાયસ્વામી, ધારાસભ્ય ઇકબાલ હુસૈન, એચ.સી. બાલકૃષ્ણ અને એસ.આર. શ્રીનિવાસ ગુરૂવારે દિલ્હી રવાના થયા. તેમણે જણાવ્યું કે, શુક્રવારે વધુ 12 ધારાસભ્યો દિલ્હી પહોંચશે. થોડા દિવસો પહેલા અંદાજિત એક ડઝન MLCએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોંગ્રેસના મહાસચિવો સાથે મુલાકાત કરી હતી.

(11:51 PM IST)