<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

રશિયા ભારતને 'એસ યુ-૫૭' ફાઈટર જેટની ટેકનોલોજી આપવા તૈયાર: મેક ઈન ઈન્ડિયાને મળશે વેગ:

ભારતની કોઈપણ માંગણી સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયારી ! રશિયા કહે છે અમે માત્ર વિમાન વેચવા જ નહીં, પરંતુ તેની ટેક્નોલોજી હસ્તાંતરિત (ટ્રાન્સફર) કરવા પણ તૈયાર છીએ

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરવા માટે રશિયાએ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે. રશિયાએ તેના અત્યાધુનિક પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ ’એસયુ-૫૭' માટે ભારતને કોઈપણ શરત વગર સંપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાની તૈયારી દર્શાવી છે.

વૈશ્વિક સંરક્ષણ બજારમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાની સરકારી નિકાસકાર સંસ્થાએ જાહેરાત કરી છે કે તેઓ ભારતીય વાયુસેનાની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે જો ભારત ઈચ્છે તો તેઓ 'સુ-૫૭' ( ’એસયુ-૫૭') નામના ફિફ્થ જનરેશનના ઘાતક ફાઈટર જેટનું ઉત્પાદન ભારતમાં જ કરવા માટે તૈયાર છે.
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, "અમે ભારતની કોઈપણ માંગણી સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમે માત્ર વિમાન વેચવા જ નહીં, પરંતુ તેની ટેક્નોલોજી હસ્તાંતરિત (ટ્રાન્સફર) કરવા પણ તૈયાર છીએ જેથી ભારત પોતાની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકે અને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરી શકે." આ ઓફર ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની છે કારણ કે તે ભારતના 'આત્મનિર્ભર ભારત' મિશનને સીધો ટેકો આપે છે અને વાયુસેનાને ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સામે મજબૂત સ્થિતિમાં મૂકે છે

(1:24 AM IST)