હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સીજેઆઈ બી. આર. ગવઈનું વિદાય સંબોધન:"હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, જે શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે
પરંતુ એક ન્યાયાધીશ અને ભારતીય નાગરિક તરીકે, હું સાચો બિનસાંપ્રદાયિક છું: હું તમામ ધર્મો પ્રત્યે શ્રદ્ધા અને આદર ધરાવું છું."

ભારતના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) બી. આર. ગવઈએ તેમના વિદાય સમારોંહમાં ભાવુક સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે બૌદ્ધ ધર્મના અનુયાયી છે પરંતુ તેઓ તમામ ધર્મોમાં માને છે અને સાચા અર્થમાં સેક્યુલર (બિનસાંપ્રદાયિક) છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમના ફેરવેલ સ્પીચ (વિદાય પ્રવચન)માં તેમણે ભારતના બંધારણીય મૂલ્યો અને વ્યક્તિગત શ્રદ્ધા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, જે શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે. પરંતુ એક ન્યાયાધીશ અને ભારતીય નાગરિક તરીકે, હું સાચો બિનસાંપ્રદાયિક છું. હું તમામ ધર્મોમાં શ્રદ્ધા અને આદર ધરાવું છું."
જસ્ટિસ ગવઈનું આ નિવેદન ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને ભારતના સર્વધર્મ સમભાવના મૂલ્યોને રેખાંકિત કરે છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ન્યાયપાલિકાના મહત્વ અને બંધારણના રક્ષણ માટે કરેલા કાર્યોને પણ યાદ કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
