તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
સમાચારો ઉડતી નજરે

* સૌરાષ્ટ્રના મહુવામાં લુહાર સોસાયટીમાં થયેલ ચોરી અંગે આક્ષેપ થતા એક પરિવારના ૪ વ્યક્તિઓએ, બળજબરીથી ગુન્હો કબૂલાવવાન કહેવાતા પ્રયાસ સબબ ઝેર ગટગટાવ્યું
* દેશમાં અડધો લાખથી વધુ બાળકો ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે, ઇન્ડિયા જસ્ટિસમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ દેશના ૩૬૨ જુવેનાઈલ બોર્ડમાં ૫૫% કેસો પેન્ડિંગ છે
* ગેરફાયદે કોલસાના ખોદકામ બાબતે ઇડીએ કોલસા માફીયાઓ વિરુદ્ધ મોટું પગલું ભર્યું. પ. બંગાળ તથા ઝારખંડમાં દુર્ગાપુર, પુરૂલીયા, હાવડા અને કોલકત્તા સહિત ૪૦ થી વધુ સ્થળો ઉપર દરોડા પાડ્યા છે
* વિયેતનામમાં ભયંકર વરસાદ, પૂર ને ભૂસ્ખલનને લીધે ૪૧ લોકોના મોત, અનેક લોકોને બચાવવા ભારે પ્રયાસો
* આજથી ૨૩ નવે. સુધી યોજાયેલા જી-ટ્વેન્ટી સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી દ. આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થયા છે
* એસઆઇઆર વિરુદ્ધ કેરળ સરકારની અરજી ઉપર આજે સુનાવણી
* શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધજા રોહણ સમારોહ પૂર્વે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યા
* દિલ્હીના તોફાનો સાથે જોડાયેલ જામીન અરજીઓ પર સુનાવણી
* બ્રાઝિલ ખાતે યુનોની ક્લાઇમેટ શિખર મંત્રણા દરમિયાન આગ ફાટી નીકળતા ધમાલ. વિશ્વભરમાંથી આવેલા સેંકડો પ્રતિનિધિઓ, પત્રકારો, સ્ટાફ બહાર દોડી આવેલ. સંખ્યાબંધ લોકોને અસર
* લખનઉમાં ખાદી ફેસ્ટિવલ શરૂ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
