હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ORSના નામ પર માર્કેટમાં વેચાતા તમામ ડ્રિંક્સને હટાવવાનો આદેશ
આ ખેલને ખતમ કરવા માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ એક્શન મોડમાં: જો કોઈ વેચતા પકડાશે તો કાર્યવાહી થશે

નવી દિલ્હી,તા.૨૧: ઠંડા-ઠંડા, મીઠા-મીઠા પીવાના નામ પર જો આપને પણ ORS લખેલું કોઈ ડ્રિક દુકાનમાં દેખાય તો હવે સાવધાન થઈ જજો. બની શકે કે આપને બ્ય્લ્ કહીને કોઈ ફળના રસવાળા પેય, એનર્જી ડ્રિક્સ, ઇલેક્ટ્રોલાઇટ ડ્રિક્સ અને રેડી ટૂ સર્વ ડ્રિક્સ વેચી રહ્યા હોય. આ ખેલને ખતમ કરવા માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ એક્શન મોડમાં આવ્યું છે. દેશભરમાં વેચાઈ રહેલા આવા પેય જેને કંપનીઓ બ્ય્લ્ના નામ પર વેચી રહી હતી, હવે બજાર અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તરત હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.
એફએસએસએઆઈએ ઝાટકીને કહ્યું છે કે બ્ય્લ્ શબ્દ ખાલી WHO તરફથી નક્કી કરેલા અસલી ORS માટે ઉપયોગ કરી શકાશે. જે દવાની કેટેગરીમાં આવે છે. એટલા માટે કોઈ પણ ફૂડ અથવા ડ્રિક બ્રાન્ડનું પોતાના નામે ORS લખવું કાયદાકીય ઉલ્લંઘન છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે જાણવા મળ્યું કે પહેલાથી આપેલા નિર્દેશ (૧૪ અને ૧૫ ઓક્ટોબર) છતાં ઘણી કંપનીઓ બ્ય્લ્ના નામવાળી ભ્રમિત પ્રોડક્ટ વેચતી રહી છે. કેટલાય સ્ટોર્સ, સુપરમાર્કેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી પ્રોડક્ટ્સ હજુ પણ વેચાઈ રહી હતી, જેનાથી ગ્રાહકોને અસલી ORS અને નકલી ORS જેવા પેયની વચ્ચે ભ્રમ વધારી રહ્યા હતા.
FSSAIએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યા છે કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને દુકાનો પર તરત નિરીક્ષણ કરે. સાથે જ ખોટી પ્રોડક્ટ હટાવવા, કંપનીઓ પર રેગ્યુલેટરી એક્શન લેવા અને રિપોર્ટ મોકલવાના નિર્દેશ આપ્યા છે.
આ અભિયાન એક બાળ રોગ નિષ્ણાત ડો. સિવરંજાનિ સંતોષની ૮ વર્ષની લાંબી લડાઈનું પરિણામ છે. સંતોષે મીઠા પેયને બ્ય્લ્ બતાવીને વેચવા માટે સતત અભિયાન ચલાવ્યું. FSSAIએ એવું પણ સ્પષ્ટ કર્યું કે અસલી WHO સ્ટાન્ડર્ડવાળા ઓઆરએસ દવાઓ પર આ નિયમ લાગૂ નહીં થાય. અસલી ORS ને ન તો જપ્ત કરવામાં આવે. આ દવા કેટેગરીમાં આવે છે અને તેનું વેચાણ સંપૂર્ણપણે કાયદાકીય અને નિયંત્રિત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
