<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

એઆઇનાં લીધે જ્‍યોતિષીઓનું માર્ગદર્શન લેનારની સંખ્‍યામાં ઘટાડો

જ્‍યોતિષીઓના જ્ઞાનની ચકાસણી સહિતના મોટા પડકારઃ સામાન્‍ય અભ્‍યાસુ જ્‍યોતિષીઓને પડેલો મોટો ફટકો : એઆઇ સાથે સ્‍પર્ધાના લીધે જ્‍યોતિષને વ્‍યવસાય બનાવનાર જ્‍યોતિષીઓએ દક્ષિણા(ફી)માં પણ ઘટાડો કરવાની ફરજ પડી

વડોદરા તા.૨૧: આર્ટિફિશિયલ ઇન્‍ટેજિન્‍સનો વધતો પ્રભાવ માનવ જીવન પર મોટી અસર કરી છે. શૈક્ષણિક, વ્‍યવસાવીક માર્ગદર્શન સહિત અનેક પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે લોકો ખ્‍ત્‍નો ઉપયોગ કરતા થઈ ગયા છે. જેમાંથી જયોતિપ પણ બાકાત રહ્યુ નથી. ખ્‍ત્‍ના વધતા સતત ઉપયોગના લીધે શહેરના જયોતિષીઓ પાસે માર્ગદર્શન મેળવવવા આવનાર જાતકોની સંખ્‍યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

એઆઇ કારણે જાતકના સમયની બચત થાય છે. અગાઉ જાતકની કુંડળી બનાવવા માટે જયોતિષીઓને ચાર થી પાંચ દિવસ જેટલો સમય લાગતો હતો. કુંડળી બનાવવા માટે જાતકના જન્‍મ વર્ષનું પંચાગ લાવવું ફળાદેશ લખવો તેમાં સમય જતો હતો. પરંતુ હવે ચાર કે પાંચ દિવસનું કામ માત્ર ગણત્રીની મિનિટોમાંજ થઈ જાય છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવનાર શહેર સહિત દેશના જયોતિષીઓ સોફટવેરના ઉપયોગથી ગણત્રીની મિનિટોમાંજ કૂંડળી મેળવે છે.

દિવસના શુભ ચોષડીયા, પાત્રા માટેનો સારો સમય,વાહન ખરીદવા માટેના મૂર્ત. લગ્ન માટેની શુભતારીખો સહિતનુ માર્ગદર્શન એઆઇ પર ગણત્રીના સમયમાંજ મળી જાય છે.

આથી જાતકને પહેલાતો જયોતિપી પાસે જવા આવવાનો સમય તેને ત્‍યાં આ વિગતો મેળવવા માટે પોતાનો નંબર આવવાની રાહ જોવી સહિતના સમયનો બચાવ થાય છે. જવારે એઆઇ પર આ માહિતી નિઃશુલ્‍ક મળી જાય છે. જયારે જયોતિષી પાસે માર્ગદર્શન મેળવવા બદલ તેમને દક્ષિણા (ફી) આપવી પડે છે. જેના લીધે સામાન્‍ય જ્ઞાન સાથે જયોતિષ જોવાનું કામ કરનાર જયોતિપીઓને મોટો ફટકો પડવો છે. લોકો જયોતિષી પાસે આવવાના બદલે એઆઇનો ઉપયોગ કરી લે છે. ખાસ કોઈ સમસ્‍યા ન હોય ત્‍યારે જયોતિષી પાસે ગયેલો જાતક જયોતિષના જ્ઞાનની ચકાસણી કરતો હોય છે. એઆઇ પરથી અભ્‍યાસ કરીને ગયેલો જાતક જયોતિષને યુતિઓથી માંડીને પોતાની બુધ્‍ધિ પ્રમાણે અનેક પ્રશ્નો કરે છે.(૩૮.૧૩)

જ્‍યોતિષમાં શાષા સાથે ઉપાસના પણ જરૂરી

જયોતિષ પાસે સમસ્‍યાના સમાધાન માટે આવેલા જાતકને તેના ગ્રહ ગણિતના આધારે તેના હિત માટેનો નિર્ણય લઇ જયોતિષ માર્ગદર્શન આપે છે. ત્‍યારે માત્ર જયોતિષનું જ્ઞાન નહી પણ તેની ઉપાસનાનો પણ સમન્‍વય હોય છે. જાતકને સમસ્‍યાના સમાધાન માટે પણ કઈ ઉપાસના કરવી કેવી રીતે કરવી તેનું જ્ઞાન પણ જયોતિથી આપી શકે છે જેમાં માનવીય સંવેદના પણ ભળેલી હોય છે. જે એઆઇમાં હોતી નથી. જયોતિષ એ ગહન વિદ્યા અને શાષા છે. આપણા ઋષિઓએ આપેલો આ ખજાનો અદભુત છે તેવુ એમએસયુનિના જયોતિષ વિભાગના વડા ચેતન પંડયાએ જણાવ્‍યુ હતુ

જ્‍યોતિષી માર્ગદર્શિકા-મૃત્‍યુની ભવિષ્‍યવાણી ન કરવી

વરાહમિહીરાચાર્ય રચિત બ્રહાદ સંહિતામં જયોતિષીના આચરણ માટેના નિયમો દર્શાવવામાં આવ્‍યા છે. ૧૮ ઋષિઓના મુખમાંથી ઉત્‍પન થયેલુ જયોતિષ એક વિજ્ઞાન છે. જયોતિપના અન્‍ય પ્રચલિત નિયમમાં સુર્યાસ્‍ત પછી જયોતિષ જોવાય નહી, કોઇ જાતકના મૃત્‍યુની ભવિષ્‍યવાણી કરી શકાય નહી. જયોતિષ પોતાના પરિવારના સભ્‍યનુ ભવિષ્‍ય નહી જોવુ કોઇ જાતક આવે અને તેની પાસે પૈસા ન હોય તો નિઃશુલ્‍ક જોવું

ફળાદેશમાં હ્યુમન એપ્રોચને યંત્ર હરાવી ન શકે

જયોતિષને મુખ્‍ય ત્રણ ભાગમાં વિભાજી કરીએ તો તેમા ગણિત, હોરા અને ફળાદેશનો સમાવેશ થાય છે. ગણિતમાં એઆઇ અવ્‍વલ નંબરે, હોરા જેમાં મુહૂર્ત સહિતની વિગતો આપવામાં પણ એઆઇ તે મોખરે છે. પરંતુ ફળાદેશમાં હ્યુમન એપ્રોયની જરૂર હોય છે. આ હ્યૂમન એપ્રોચને યંત્ર હરાવી શકે નહી તેવુ જયોતિપી જીગ્નેશ જાનીએ જણાવ્‍યુ હતુ.

 

(10:04 AM IST)