૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું પણ અલ-ફલાહ યુનિવર્સિટી સાથે છે કનેક્શન
એ બ્લાસ્ટનું ષડ્યંત્ર રચનારો ઇન્ડિયન મુજાહિદ્દીનનો ખૂંખાર આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ પણ ફરીદાબાદની આ કોલેજનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે

ફરીદાબાદ તા.૨૧: દિલ્હીમાં બ્લાસ્ટ પછી શરૂ કરાયેલી તપાસમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓને એક ચોંકાવનારી જાણકારી હાથ લાગી છે. ડો. ઉમર નબીનું ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથેનું કનેક્શન માત્ર આ જ હુમલા પૂરતું સીમિત નથી. આ યુનિવર્સિટીમાં ભણેલા વિદ્યાર્થીઓ આ પહેલાં પણ દેશમાં થયેલી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહી ચૂક્યા છે.
ઇન્ડિયન મુજાહિદ્દીનનો ખૂંખાર આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ પણ અલ-ફલાહ એન્જાિનિયરિગ કોલેજનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. તેણે ૨૦૦૭ના વર્ષમાં અહીં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય સાથે ટેકનોલોજીમાં બેચલર્સનો અભ્યાસ કર્યો હતો. હેરાન કરનારી વાત એ છે કે તે ભણતો હતો ત્યારે જ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું ષડયંત્ર રચ્યું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે ફરાર છે અને છેલ્લે તેનું લોકેશન અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. (૩૮.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
