હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બીએસએફ સ્થાપનામાં કચ્છ બન્યુ નિમિતઃ અમિતભાઇ શાહ- હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ઉજવણી
કેન્દ્રીય ગળહમંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી , બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં ભુજમાં બીએસએફ ના ૬૦માં સ્થાપના વર્ષની ઉજવણીઃ આજે ભુજમાં ૬૦માં સ્થાપના વર્ષની ઉજવણી કચ્છ માટે ઐતિહાસિક પ્રસંગ : કચ્છ સરહદે ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે સંરક્ષણ હરોળમાં રહેલ ત્રુટિઓ નિવારી દેશની સરહદો ઉપર સુરક્ષા મજબૂત બનાવવા તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાષાીએ ખાસ કમિટી રચી અને ૧૯૬૫ માં બીએસએફની રચના થઈ

ભુજઃ તસ્વીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇનું કચ્છમાં અદકેરૂ સ્વાગત કરાયુ હતુ તે નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા- ભુજ)
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧: આજે કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં ભુજમાં બીએસએફ ના ૬૦ માં સ્થાપના વર્ષની ઉજવણી થઈ રહી છે.
કચ્છ જિલ્લા માટે આ બેવડો ઐતિહાસિક અવસર છે. તેનું કારણ પ્રથમ જ વખત કચ્છમાં રાષ્ટ્રીય સ્તરની સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે એ સાથે જ એ હકીકતનો ઉલ્લેખ કરી લઈએ કે બીએસએફની સ્થાપના પાછળ ૧૯૬૫ માં ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ નિમિત્ત બન્યું હતું. આજે બીએસએફ અર્ધ લશ્કરી દળ દેશની દરેક સરહદે ભારતની સુરક્ષાનું અભિન્ન સુરક્ષા કવચ છે. ત્યારે એ જાણીએ કે, કઈ રીતે બોર્ડર સિકયુરિટી ફોર્સ એટલે કે બીએસએફની રચના થઈ.
૧૯૬૫ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, રાજ્ય સશષા પોલીસ બટાલિયન સરહદ સુરક્ષાની જવાબદારી સંભાળતી હતી. યુદ્ધ દરમ્યાન ૯ એપ્રિલ ૧૯૬૫ ના રોજ પાકિસ્તાને કચ્છ સરહદે સરદાર ચોકી, બેરિયા બેટ અને છાડ બેટ પર અચાનક હુમલો કર્યો. આ હુમલા દરમ્યાન અન્ય બાબતોની સાથે રાજ્ય સશષા પોલીસ દળની યુદ્ધ સમયની તાલીમમાં ત્રુટીઓ જોવા મળી હતી.
હુમલાના કારણોની સમીક્ષા દરમિયાન, તે ધ્યાને આવ્યું કે, સરહદની સુરક્ષા માટે સશષા અને પ્રશિક્ષિત સમર્પિત સુરક્ષા દળોને તૈનાત કરવા જોઈએ. આ માટે સચિવોની સમિતિની રચના કરવામાં આવી હતી અને પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ માંથી ચુનંદા જવાનોની પસંદગી સાથે બીએસએફની રચના કરાઈ. બીએસએફના પ્રથમ ડીજી કે.એફ. રૂસ્તમજી હતા.
એ સમયે સરહદ ઉપર સુરક્ષાની જવાબદારી સંભાળનાર બીએસએફ હવે જરૂરત પડયે દેશના આંતરિક ભાગોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સાથે આપત્તિના સમયે પણ કામગીરી કરે છે. આજે બીએસએફના વર્તમાન ડીજી તરીકેની જવાબદારી દલજીતસિંહ ચૌધરી સંભાળી રહ્યા છે.
ભુજમાં અમિતભાઈ શાહને મીઠો આવકાર
કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ તેમના નિયત કાર્યક્રમ મુજબ કાલે રાત્રે ભુજ પહોંચ્યા હતા.
તેમને એરપોર્ટ ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજાએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. અમિતભાઈ આજે ભુજમાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહયા છે. સરહદી કચ્છ જિલ્લો પ્રથમ વખત જ બીએસએફની સ્થાપના દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણીનો સાક્ષી બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
