<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

બેંગલુરૂ ટેક સમિટમાં ખુલાસોઃ ૧.૩ કરોડની વસ્‍તીમાં ૨૫ લાખ સોફ્‌ટવેર એન્‍જિનિયર્સ

આ આંકડાઓ દર્શાવે છે કે બેંગલુરુ માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું ટેલેન્‍ટ હબ બની રહ્યું છે

નવી દિલ્‍હી, તા.૨૧: ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગલુરુ શહેરે ફરી એકવાર પોતાની ટેક્રોલોજીકલ તાકાતનો પરિચય આપ્‍યો છે. એક રિપોર્ટ મુજબ, શહેરની કુલ ૧.૩૦ કરોડની વસ્‍તીમાંથી ૨૫ લાખ લોકો સોફ્‌ટવેર પ્રોફેશનલ્‍સ છે.

બેંગલુરુમાં ચાલી રહેલી બેંગલુરુ ટેક સમિટ (બીટીએસ) દરમિયાન રજૂ કરવામાં આવેલા આંકડાઓ ચોંકાવનારા છે. કર્ણાટક રાજ્‍યના આ પાટનગરમાં સોફ્‌ટવેર અને આઈટી ક્ષેત્રનો દબદબો કેટલો છે, તે આ આંકડાઓ પરથી સ્‍પષ્ટ થાય છે. શહેરમાં વસતા કુલ ૧ કરોડ ૩૦ લાખ નાગરિકોમાંથી અંદાજે ૨૫ લાખ (૨.૫ મિલિયન) લોકો સોફ્‌ટવેર એન્‍જિનિયરિંગ અથવા આઈટી સંબંધિત વ્‍યવસાય સાથે જોડાયેલા છે.

આ આંકડાઓ દર્શાવે છે કે બેંગલુરુ માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું ટેલેન્‍ટ હબ બની રહ્યું છે. આટલી મોટી સંખ્‍યામાં ટેકનિકલ નિષ્‍ણાતો એક જ શહેરમાં હોવાને કારણે, વિશ્વની મોટી મોટી કંપનીઓ અહીં પોતાના રિસર્ચ સેન્‍ટર અને ઓફિસો ખોલવા માટે આકર્ષાઈ રહી છે.

(2:09 PM IST)