કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
મુંબઈ પોલીસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત અને ઓરીની 250 કરોડના ડ્રગ કેસમાં 25મીએ પૂછપરછ કરશે
આરોપીએ ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓની સંડોવણી અંગે ખુલાસો કર્યો છે]

મુંબઈ :નવેમ્બરની શરૂઆતમાં મુંબઈ પોલીસે પોતાના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા એક મોટા ડ્રગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં અનેક અગ્રણી ફિલ્મ સ્ટાર્સનાં નામો જોડાયા હોવાની માહિતી મળી છે.
આ યાદીમાં નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર, તેનો ભાઈ સિદ્ધાર્થ કપૂર તેમજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીનો સમાવેશ થાય છે. 250 કરોડ રૂપિયાના આ મેફેડ્રોન ડ્રગ કેસની તપાસને લઈને, મુંબઈ પોલીસે સિદ્ધાર્થ કપૂરને મંગળવાર, 25 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે.
તાજેતરમાં મેફેડ્રોન જપ્તીની કાર્યવાહી બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પકડાયેલા કરાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ માહિતી આપી છે. એન્ટી-નાર્કોટિક્સ સેલનું કહેવું છે કે આરોપીએ ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓની સંડોવણી અંગે ખુલાસો કર્યો છે. શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાર્થ અને અન્ય કેટલાક લોકોની પણ નજીકથી પૂછપરછ કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર લોકપ્રિય ઇન્ફ્લુએન્સર ઓરીને પણ 26 નવેમ્બરે એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. અગાઉ, 20 નવેમ્બરના રોજ તેમને પ્રથમ સમન્સ મોકલાયા હતા, પરંતુ ઓરીએ નવી તારીખની માંગણી કરી હતી. હવે, ANC એ તેમને પૂછપરછ માટે બદલાયેલ તારીખ સાથે બીજું સમન્સ મોકલ્યું છે.
આ કેસમાં ANC એ મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ, આરોપી સેલિબ્રિટીઝ માટે ભવ્ય અને ખાનગી પાર્ટીઓનું આયોજન કરતો હતો. આ આખું પ્રકરણ ગયા વર્ષની માર્ચમાં સામે આવ્યું હતું, જ્યારે પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ₹252 કરોડના મેફેડ્રોન જપ્ત થયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી દુબઈથી દેશનિકાલ થયા બાદ ભારતમાં પકડાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
