<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

છેલ્‍લાં ૨૬ વર્ષમાં ૩૩ લાખ યુવા લોકોએ આત્‍મહત્‍યા કરી

શાળા વહીવટી તંત્ર કે માબાપ જવાબદાર? : દેશમાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા, જ્‍યારે બીજા નંબર પર તામિલનાડુ, ત્રીજા પર મધ્‍ય પ્રદેશ, ચોથા પર કર્ણાટક અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ

નવી દિલ્‍હી,તા.૨૨: દેશમાં યુવાનોમાં આત્‍મહત્‍યાના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. શાળામાં અભ્‍યાસ કરતાં બાળકો હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરી કરતા યુવાનોઅલગ-અલગ કારણોસર લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

રાજેન્‍દ્રનગર મેટ્રો સ્‍ટેશનના પ્‍લેટફોર્મ પરથી ધોરણ ૧૦મા અભ્‍યાસ કરતા શૌર્ય પાટીલે પણ કૂદીને આત્‍મહત્‍યા કરી હતી. તે સેન્‍ટ કોલંબિયા સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો હતો. સુસાઇડ નોટમાંથી બહાર આવ્‍યું કે તેના પર અનેક શિક્ષકો ત્રાસ ગુજારતા હતા. તેણે ફરિયાદો પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. શૌર્ય સાથે હકીકતમાં શું બન્‍યુંતે તપાસનો વિષય છે, પરંતુ એક વાત સ્‍પષ્ટ છેએક નિર્દોષ બાળક જીવનથી હારી ગયો અને આત્‍મહત્‍યા જેવા મોટા પગલા માટે મજબૂર બન્‍યો.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‍સ બ્‍યુરો (NCRB)ના આંકડા બતાવે છે કે ૧૯૯૫થી ૨૦૨૧ વચ્‍ચે ૧,૩૪,૭૩૫ યુવાનોએ આત્‍મહત્‍યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે છેલ્‍લાં ૨૬ વર્ષમાં દેશમાં અંદાજે ૩૩ લાખ લોકોએ આત્‍મહત્‍યા કરી હતી, જેમાંથી ૪૦ ટકા યુવાન અને બાળકો હતાં.

NCRBના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૨માં દેશમાં ૧,૭૦,૯૨૪ આત્‍મહત્‍યા નોંધવામાં આવી હતી, જે ૨૦૨૧ની તુલનામાં ૪.૨ ટકા વધુ છે.

દેશમાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા, જ્‍યારે બીજા નંબર પર તામિલનાડુ, ત્રીજા પર મધ્‍ય પ્રદેશ, ચોથા પર કર્ણાટક અને પાંચમા ક્રમે પヘમિ બંગાળ રહ્યું છે. જો કેન્‍દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દિલ્‍હીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્‍યારે બીજા ક્રમે પુડુચેરી રહ્યું છે.

NCRBના ૨૦૨૨ના આંકડા મુજબ દેશમાં ૧,૨૨,૭૨૪ પુરુષોએ, જ્‍યારે ૪૮,૧૭૨ સ્‍ત્રીઓએ આત્‍મહત્‍યા કરી હતી. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના યુવાનોમાં આત્‍મહત્‍યાના કેસ સૌથી વધુ છે. આ વયજૂથની હિસ્‍સેદારી ૩૪.૬ ટકા નોંધવામાં આવી છે.

(10:00 AM IST)