News of Saturday, 22nd November 2025
આસામમાં મતદાર યાદીની ખાસ સુધારણા પ્રક્રિયાનો પ્રારંભ: ફેબ્રુઆરી ૨૦૨૬માં આખરી યાદી પ્રસિદ્ધ થશે

ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આસામમાં આજથી મતદાર યાદી સુધારણાની વિશેષ પ્રક્રિયા (જેને એસઆઈઆર તરીકે પણ ઓળખવામાં આવે છે) શરૂ થઈ છે, જેમાં ડોર-ટુ-ડોર વેરિફિકેશન કરવામાં આવશે.
આસામમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે સ્પેશિયલ રિવીઝન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ પ્રક્રિયા આજથી એટલે કે ૨૨ નવેમ્બરથી શરૂ કરી છે. આ પ્રક્રિયા ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. આ ઝુંબેશમાં બૂથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઈને મતદારોની વિગતો ચકાસશે. આ પ્રક્રિયા માટે ૧ જાન્યુઆરી ૨૦૨૬ ને લાયકાતની તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. સુધારેલી ડ્રાફ્ટ મતદાર યાદી ૨૭ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે અને આખરી મતદાર યાદી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
