News of Saturday, 22nd November 2025
બિહારમાં પણ ગૃહ ખાતુ મુખ્યમંત્રી સિવાયના ભાજપના સમ્રાટ ચૌધરીને અપાયું
ટ્રમ્પે કહ્યું કે તમે મને ફાસિસ્ટ કહી શકો છો મને તેનાથી કોઈ પરેશાની નથી: મેયરની ચૂંટણી દરમિયાન ટ્રમ્પને મામદાનીએ ફાસિસ્ટ અનેક વાર કહ્યા હતા

*ગૃહ વિભાગ ભાજપને મળવું તે બિહારના રાજકારણમાં ભાજપના વધતા પ્રભુત્વનો સંકેત: નવી સરકાર કાયદો અને વ્યવસ્થા સુધારવા પર ખાસ ભાર મૂકશે*
બિહારમાં ૧૦મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નીતિશ કુમારે તેમના મંત્રીમંડળમાં ખાતાઓની વહેંચણી કરી છે. એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફારમાં, નીતિશ કુમારે ગૃહ વિભાગ ભારતીય જનતા પાર્ટીના નેતા સમ્રાટ ચૌધરીને સોંપ્યું છે. આ ઉપરાંત અન્ય ૧૮ મંત્રીઓને પણ તેમના વિભાગો ફાળવવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, ગૃહ વિભાગ ભાજપને મળવું તે બિહારના રાજકારણમાં ભાજપના વધતા પ્રભુત્વનો સંકેત છે. નવી સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા પર ખાસ ભાર મૂકશે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
