<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ભારત-ચીન સંબંધોમાં નવો અધ્યાય: પાંચ વર્ષના વિરામ બાદ ભારતે ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા ફરી શરૂ કર્યા

નવીદિલ્હી: સરહદી તણાવ ઘટતા અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ થયા બાદ હવે ભારતે ચીની પ્રવાસીઓ માટેના વિઝા નિયમો હળવા કર્યા છે, જેનાથી પ્રવાસન અને વ્યાપાર ક્ષેત્રે મોટી રાહત મળવાની આશા છે.

વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ અને કોવિડ મહામારીને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ભારતે ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ચીની નાગરિકો પ્રવાસન હેતુ માટે ભારતના વિઝા મેળવી શકશે.

તાજેતરમાં રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ સંબંધો સામાન્ય કરવાના પ્રયાસો વેગ પકડી રહ્યા છે. 

આ પહેલા ઓક્ટોબર ૨૦૨૪માં બંને દેશો વચ્ચે સરહદ પર પેટ્રોલિંગ અંગે પણ સમજૂતી સધાઈ હતી. વિઝા સેવાઓ પુનઃસ્થાપિત થવાથી બંને દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંપર્કમાં વધારો થશે અને વેપાર તથા પર્યટન ઉદ્યોગને નવું બળ મળશે.

 

(10:59 AM IST)