<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મોટી જાહેરાતઃ ભારત જ્ઞાન ગ્રાફ મિશન માટે ૧૦૦ કરોડનું પ્રદાન

મારી ભૂમિકા ત્‍યારે જ અર્થપૂર્ણ બનશે જ્‍યારે ભારત વિશ્વગુરુ બનશે અને આજે, ગૌતમ અદાણીજીની આ પહેલ મારા તે સ્‍વપ્નને મોટો ટેકો પૂરો પાડે છેઃ જગદ્‌ગુરૂ શંકરાચાર્ય સ્‍વામી અવિમુક્‍તેશ્વરાનંદ સરસ્‍વતીજી : કળત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં ભારતીય સભ્‍યતાના જ્ઞાનને જાળવવાનો, માળખાગત બનાવવાનો અને ભવિષ્‍ય માટે સુરક્ષિત કરવાનો ઉદ્દેશ્‍ય

(વિનોદ ગાલા, અકિલા કચ્‍છ દ્વારા) તા.૨૨: અમદાવાદમાં આયોજિત ગ્‍લોબલ ભારતવિદ્યા સંમેલનમાં શ્રી ગૌતમભાઈ અદાણીએ ભારતીય સભ્‍યતાના જ્ઞાનને જાળવવા અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં તેને સુગ્રથિત કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાના યોગદાનની ઘોષણા કરી છે. આ પહેલ શિક્ષણ મંત્રાલયની ભારતીય જ્ઞાન પ્રણાલીઓ (આઈકેએસ) સાથે મળીને શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે ૨૦ થી ૨૨ નવેમ્‍બર ૨૦૨૫ દરમિયાન આયોજિત ઉદ્ધાટન અદાણી ગ્‍લોબલ ભારતવિદ્યા સંમેલનમાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી  ગૌતમભાઈ અદાણીએ ભારત જ્ઞાન ગ્રાફ બનાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનું મોટું યોગદાન આપવાની જાહેરાત કરી છે.

આ ભારત જ્ઞાન ગ્રાફ એ પોતાની જાતનો સૌ પ્રથમ ડિજિટલ માળખું છે, જેનો ઉદ્દેશ કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં ભારતીય સભ્‍યતાના જ્ઞાનને જાળવવાનો, માળખાગત બનાવવાનો અને ભવિષ્‍ય માટે સુરક્ષિત કરવાનો છે.

અદાણી ગ્રુપ, શિક્ષણ મંત્રાલયની ભારતીય જ્ઞાન પ્રણાલીઓ (આઈકેએસ) સાથે મળીને, ભારતવિદ્યાના વૈશ્વિક શૈક્ષણિક અધ્‍યયનને પુનર્જીવિત કરવા માટે આ ત્રણ દિવસીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે, જેમાં ભારતની સભ્‍યતા, ભાષાઓ, તત્‍વજ્ઞાન, વિજ્ઞાન અને સાંસ્‍કળતિક વારસાનો અભ્‍યાસ કરવામાં આવે છે.

આ પ્રસંગે મુખ્‍ય સંબોધન આપતાં દેશના ટોચના ઉદ્યોગપતિ અને અદાણી જૂથના સુપ્રીમો શ્રી ગૌતમભાઈ અદાણીએ જણાવ્‍યું હતું કે, ઙ્કશરૂઆત તરીકે, હું ભારત જ્ઞાન ગ્રાફના નિર્માણ અને આ ભારતવિદ્યા મિશનમાં યોગદાન આપનારા વિદ્વાનો અને ટેક્રોલોજિસ્‍ટ્‍સને સમર્થન આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનું પ્રારંભિક યોગદાન આપતાં ગૌરવ અનુભવું છું. આ એક રીતે સભ્‍યતાના ઋણની ચુકવણી છે.

આ સંમેલનમાં જ્‍યોતિર મઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્‍વામી અવિમુક્‍તેશ્વરાનંદ સરસ્‍વતીજી મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે, ઙ્કજ્‍યારે મેં શંકરાચાર્યનું પદ સંભાળ્‍યું હતું, ત્‍યારે મેં કહ્યું હતું કે મારી ભૂમિકા ત્‍યારે જ અર્થપૂર્ણ બનશે જ્‍યારે ભારત વિશ્વગુરુ બનશે. અને આજે, ગૌતમ અદાણીજીની આ પહેલ મારા તે સ્‍વપ્નને મોટો ટેકો પૂરો પાડે છે.

શ્રી અદાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, જો કોઈ સભ્‍યતા સક્રિયપણે તેની સાંસ્‍કળતિક અને ભાવનાત્‍મક પ્રણાલીઓનો બચાવ નહીં કરે, તો માનવ વર્તન સંસ્‍કળતિ કે પરંપરા તરફ નહીં, પણ મશીનના અલ્‍ગોરિધમ્‍સના ઠંડા તર્ક તરફ વળશે. આ ફેરફાર શાંત, ધીમો હશે અને તે આપણે આપણા દેશ વિશે કેવું અનુભવીએ છીએ, શીખીએ છીએ અને વિશ્‍લેષણ કરીએ છીએ તેને બદલી નાખશે.ઙ્ઘ

આ પહેલ ભારતીય જ્ઞાન પ્રણાલીના પરંપરાગત માળખાને સમકાલીન શિક્ષણમાં એકીકળત કરવાના આઈકેએસના આદેશ સાથે અદાણી ગ્રુપની રાષ્‍ટ્ર નિર્માણ પ્રત્‍યેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને જોડે છે.

રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ શરૂ કરાયેલ આઈકેએસ, પ્રાચીન ભારતીય જ્ઞાનને આધુનિક સંદર્ભો જેમ કે એન્‍જિનિયરિંગ, પર્યાવરણીય વિજ્ઞાન, ભાષાશાષા, જાહેર નીતિ અને આરોગ્‍ય સંભાળમાં વ્‍યવહારિક ઉપયોગ માટે પ્રોત્‍સાહન આપે છે.

આ કાર્યક્રમ ૧૪ પી.એચડી. વિદ્વાનોને સમર્થન આપશે, જેઓ પાણિનીય વ્‍યાકરણ, ખગોળશાષાીય પ્રણાલીઓ અને પરંપરાગત ઈજનેરીમાં ટકાઉપણાના સિદ્ધાંતો જેવા વિષયો પર સંશોધન કરશે.

વસુધૈવ કુટુંબકમ્‍ની ભાવનામાં મૂળ ધરાવતી આ પહેલ ભારતની સોફ્‌ટ પાવર અને સભ્‍યતાના નેતળત્‍વને મજબૂત કરવાની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(11:54 AM IST)