News of Saturday, 22nd November 2025
પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને દુરબીનથી ગોતવી પડે તેવુ કામ કરજોઃ અમિતભાઇ શાહ
તમિલનાડુ અને બંગાળમાં ભાજપની સરકાર બનશેઃ અમિતભાઇ શાહઃ કેન્દ્રીય ગળહમંત્રીએ મોરબી જીલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદઘાટન કર્યું: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સન્માનઃ મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રશંસા કરી, ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવતા અમિતભાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૨: મોરબી જીલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનો શુક્રવારે ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ શિહોરા, પુનમબેન માડમ, મંત્રી કાંતિભાઈ અમળતિયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયુ હતુ.
કમલમ કાર્યાલય ઉદ્ધાટન બાદ અમિતભાઇ શાહે સભાને સંબોધન કરતા મોરબીવાસીઓની ખુમારીના વખાણ કર્યા હતા મોરબી ખુમારીવાળું શહેર છે. મચ્છુ જળ હોનારત પછી મોરબી ઉભું થયું છે અને પોતાની તાકાત બતાવી છે તો મોરબીવાસીઓનો વતનપ્રેમ પણ અનોખો છે પાટીદાર સમાજે પોતાના વતનમાં જ સિરામિક ઉદ્યોગનો પાયો નાખ્યો અને આજે દેશનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ મોરબીમાં વિકસ્યો છે ઘડિયાળ ઉદ્યોગે પણ સમગ્ર વિશ્વમાં મોરબીનું નામ રોશન કર્યું છે.
કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન કરતા જણાવ્યું હતું કે અગાઉ મોડેલ કાર્યાલય જોવા કાર્યકરોને કર્ણાટક મોકલતા હતા હવે મોરબી જોઈ આવો તેમ કહેવું પડશે તો કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે જે લોકો ભાજપ અને એનડીએના વળતા પાણીની વાતો કરતા હતા તેને બિહારનું પરિણામ જોઈ લીધું છે અને તામીલનાડુ તેમજ બંગાળમાં ભાજપ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો તેમજ કોંગ્રેસ ઘૂસપેઠીયાઓને સમર્થન કરે છે તેવા પ્રહારો કર્યા હતા મોદી સરકારની રામ મંદિર, ચંદ્રયાન, કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવવા તેમજ અન્ય યોજનાઓના વખાણ કર્યા હતા.
અમિતભાઇ શાહે મોરબીની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, મોરબી તો લડાયકોનો પંથક, ગમે તેવી મુસીબત આવે ખુમારીથી ઉભા થવાની કળા મોરબીવાસીઓમાં છે.
વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને પાણી પીતા કરવાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું, સિરામિક હોય કે પછી ઘડિયાળ દરેક ક્ષેત્રમાં મોરબીએ વિશ્વભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું છે તેમ કેન્દ્રીય ગળહમંત્રીએ મોરબીની મહેનતને બિરદાવી છે.
કમલમ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગળહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ખૂબ લાંબા સમય બાદ મોરબી આવ્યો છું. મોરબી પંથક લડાયકોનો પંથક છે. ગમે તેવી મુસીબત આવે માનવીય ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે. હું નાનો હતો ત્યારે મોરબીમાં મચ્છુ નદીમાં જળ પ્રલય થયો હતો જેમાં આખું મોરબી તબાહ થઈ ગયું હતું. જો કોઈ બીજું શહેર હોત તો તે શહેરને ઉભા થવામાં લાંબો સમય લાગી જાત પરંતુ આજે કોઈ મોરબી જુએ તો લાગે કે જળ પ્રલયનું અહીં કોઈ નામોનિશાન પણ નથી.
મોરબીમાં સિરામિક ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઉદ્યોગ માટે જરૂરી ચીજવસ્તુઓ જોઈએ તેમાંનું કશુ પણ મોરબીમાં ન હતું. પરંતુ મોરબીના પાટીદાર સમાજે નક્કી કર્યું કે સિરામિક ઉદ્યોગ નાખવો તો વતનમાં જ નાખવો. આજે સિરામિક ઉદ્યોગ માટે સૌથી અનુકુળ જગ્યા મોરબી બની ગયું છે.
જે લોકો ભાજપ અને એનડીએના વળતા પાણીની વાત કરતાં હતા તેમણે બિહારની જનતાએ જવાબ આપ્યો છે અને બહુમતીથી સરકાર બની છે. જે લોકો વળતા પાણીની વાત કરતાં હતા તેઓ કાન ખોલીને સાંભળી લે કે તમિલનાડુ અને પヘમિ બંગાળમાં પણ ભાજપ અને એનડીએની સરકાર બનવાની છે. બિહારમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા. મતબેંકની લાલચમાં ઘુસપેઠિયાઓના સમર્થનમાં રેલી કાઢી. પરંતુ જનતાએ ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભાજપ અને એનડીએને મત આપ્યા. ભાજપ સરકારનો સંકલ્પ છે કે દેશભરમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીનો બહાર કાઢવામાં આવશે. હું એક ભવિષ્યવાણી કરું છું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે તેવી ન થાય ત્યાં સુધી આપણે પગવાળીને બેસવાનું નથી.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
