<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી

ટીએમસી નેતા ૬ ડિસેમ્બરે આધારશિલા મૂકશેઃતૃણમૂલ કોંગ્રેસ(TMC)ના ધારાસભ્ય હુમાયૂ કબીર દ્વારા આપવામાં આવેલા નિવેદન પર હોબાળો મચી ગયો છે

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર હોબાળો મચી ગયો છે. ટીએમસીના આ ધારાસભ્યએ મુર્શિદાબાદમાં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ તારીખ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના વિધ્વંસની વર્ષગાંઠ છે. ભરતપુરથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ ગયા વર્ષે જ આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

હુમાયૂ કબીરે શનિવારે મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, અમે ૬ ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી મસ્જિદની નીંવ રાખીશું. તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે. વિવિધ મુસ્લિમ નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

બાબરી મસ્જિદના મુદ્દે ભારતીય જનતા પાર્ટી(BJP)એ તૃણમૂલ કોંગ્રેસ(TMC) પર તીવ્ર હુમલો કર્યો છે. BJPએ સત્તાધારી TMC પર ધર્મ આધારિત રાજનીતિ કરવા અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાના આરોપો લગાવ્યા છે.

BJPના નેતા અગ્નિમિત્રા પૉલે કહ્યું કે, ભલે કોઈ પણ વ્યક્તિ મંદિર કે મસ્જિદનું નિર્માણ કરી શકે, પરંતુ ્સ્ઝ્ર ધર્મના નામે રાજકારણ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ૬ ડિસેમ્બરની તારીખની પસંદગી પાછળ ્સ્ઝ્રનો ઇરાદો સ્પષ્ટપણે દેખાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, TMCએ અત્યાર સુધી લઘુમતીઓ માટે શું કામ કર્યું છે?

BJPના અન્ય નેતા પ્રિયંકા ટિબરેવાલનું કહેવું છે કે, TMCનો ધર્મનિરપેક્ષવાદ ફક્ત અમુક ધર્મ-વિશેષ પૂરતો સીમિત છે. તેમણે સવાલ ઉઠાવ્યો, જ્યારે તેઓ બાબરી મસ્જિદને ફરીથી સ્થાપિત કરવાની વાત કરે છે, ત્યારે હું જાણવા માંગુ છું કે તેઓ તે મસ્જિદમાં કોને આમંત્રણ આપશે? શું તેઓ એ રોહિંગ્યા લોકોને બોલાવશે, જેઓ SIR(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ)ના ડરથી હવે સરહદી વિસ્તારો તરફ ભાગી રહ્યા છે? ટિબરેવાલે સ્પષ્ટપણે કહ્યું કે, આ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ સિવાય બીજું કંઈ નથી.

(7:32 PM IST)