News of Sunday, 23rd November 2025
ચીફ જસ્ટિસ ગવઈનાં કાર્યકાળમાં કીર્તિમાન: અદાલતોમાં ૨૧ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ન્યાયાધીશોની નિમણૂક
કોલેજિયમે કુલ ૧૨૯ નામોની ભલામણ કરી હતી, જેમાંથી કેન્દ્ર સરકારે ૯૩ નામોને મંજૂરી આપી

નવી દિલ્હી : નિવૃત્ત થયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગવાઈના લગભગ છ મહિનાના કાર્યકાળમાં ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતાને પ્રોત્સાહન મળ્યું છે. આ કાર્યકાળ દરમિયાન, દેશની વિવિધ ઉચ્ચ અદાલતોમાં અનુસૂચિત જાતિ સમુદાયમાંથી દસ ન્યાયાધીશો અને અન્ય પછાત વર્ગ તથા પછાત વર્ગ સમુદાયમાંથી અગિયાર ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જે કુલ એકવીસ થાય છે. કોલેજિયમે કુલ ૧૨૯ નામોની ભલામણ કરી હતી, જેમાંથી કેન્દ્ર સરકારે ૯૩ નામોને મંજૂરી આપી હતી. આ મંજૂર થયેલા નામોમાં પંદર મહિલા ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે. આ આંકડો ન્યાયતંત્રમાં સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
