News of Sunday, 23rd November 2025
મુંબઈના પૂર્વ અંડર-૧૬ ફૂટબોલરનું શંકાસ્પદ મોત : સાગર સોર્ટીનો ખીંડ જંગલમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો
સાગર 15 નવેમ્બરે ઘરેથી નીકળ્યો હતો, અને કહ્યું હતું કે તે પુણેમાં ફૂટબોલ રમવા જઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ ગુમ થઈ ગયો હતો: તે છેલ્લા 2 વર્ષથી માનસિક તણાવથી પીડાતો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શંકાસ્પદ સંજોગોમાં મુંબઈના ભૂતપૂર્વ અંડર-૧૬ ફૂટબોલર સાગર સોર્ટીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યા માની રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અનેક ખુલાસા થવાની શક્યતા વર્તાઇ રહી છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મેંધાવન ખીંડ જંગલમાં મુંબઈના ભૂતપૂર્વ અંડર-16 ફૂટબોલર 21 વર્ષીય સાગર સોર્ટીનો મૃતદેહ દોરડા વડે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યા માની રહી છે. જોકે, આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.
સાગર 15 નવેમ્બરે ઘરેથી નીકળ્યો હતો, અને કહ્યું હતું કે તે પુણેમાં ફૂટબોલ રમવા જઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ ગુમ થઈ ગયો હતો.
18 નવેમ્બરના રોજ જંગલમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તેના મોબાઇલ ફોનના આધારે તેની ઓળખ કરી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, સાગર છેલ્લા બે વર્ષથી માનસિક તણાવથી પીડાતો હતો. એવું જાણવા મળ્યું છે કે આ તણાવને કારણે તેણે આ મહિને તેના નાના ભાઈના લગ્ન માટે નવા કપડાં પણ સીવ્યા નહોતા.
પોલીસ અધિક્ષક યતીશ દેશમુખે જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, અને રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. કાસા પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
