News of Monday, 24th November 2025
ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને આપ્યો ‘‘મોતનો''બુકે
ટબેકો વાપરવાથી કેન્સર થાય છે. તમારે પણ જો કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય જેને તમે નરકમાં મોકલવા માગતા હો તો ઓર્ડર કરો

મુંબઇ તા.૨૪: જુવાનિયાઓ પ્રેમમાં પડે ત્યારે એકબીજાને ગમે એ બધું જ કરવા તૈયાર થઈ જાય. જોકે એમાં પરસ્પરની ખોટી આદતોને પણ પંપાળવાની? આવો જ સવાલ થશે જ્યારે ધ કેરલા ગર્લ નામના અકાઉન્ટ પરથી એક આર્ટિસ્ટે શેર કરેલો વિડિયો જોશો. આ વિડિયોમાં આર્ટિસ્ટ કહે છે કે તેને એક અનોખો બુકે બનાવવાનો ઑર્ડર મળ્યો છે. કસ્ટમરનું કહેવું છે કે તેના બોયફ્રેન્ડને ચોક્કસ બ્રેન્ડના ગુટકા બહુ ભાવે છે એટલે તેને એનો જ બુકે બનાવીને આપવો છે. બુકેમાં આર્ટિસ્ટ દ્વારા લાંબી સળીઓ પર બે તરફ ગુટકાનાં પેકેટ ચીપકાવીને સ્ટિક તૈયાર કરવામાં આવી છે જેને બુકે તરીકે ગોઠવીને આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે પોસ્ટમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ‘ટબેકો વાપરવાથી કેન્સર થાય છે. તમારે પણ જો કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય જેને તમે નરકમાં મોકલવા માગતા હો તો ઓર્ડર કરો.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
