News of Monday, 24th November 2025
જેફ બેઝોસનાં પત્ની લોરેન સાંચેઝ દર મહિને માત્ર ફેશન પાછળ ખર્ચે છે ૮.૯ કરોડ રૂપિયા
તેમની એક હેન્ડબેગની કિમત આશરે ૧૦,૦૦૦ ડોલર (આશરે ૮.૮૭ લાખ રૂપિયા) છે

ન્યુયોર્ક તા.૨૪: એમેઝોનના અબજોપતિ સ્થાપક જેફ બેઝોસનાં પત્ની લોરેન સાંચેઝ ડિઝાઇનર વસ્તુઓ અને પોતાનાં કપડાં પાછળ દર મહિને ૧૦ લાખ ડોલર (આશરે ૮.૯ કરોડ રૂપિયા)નો ખર્ચ કરે છે. ભૂતપૂર્વ ન્યુઝ-એન્કર ફેશનને કામનો એક ભાગ માને છે અને ડ્રેસિગને ફુલ ટાઇમ પ્રોડક્શન ગણે છે. તેમના સંગ્રહમાં ડીઓર, કાર્ટિયર જ્વેલરી અને બાલમેઇનના કસ્ટમ અને વિન્ટેજ ઉત્પાદનોનો સમાવેશ હોવાનું માનવામાં આવે છે.
જેફ બેઝોસનાં પાર્ટનર બોલ્ડ, હાઇ-એન્ડ લુક માટે જાણીતાં છે અને દેખીતી રીતે જેફને તેમની ગ્લેમરસ સ્ટાઇલથી ઑબ્સેસ્ડ રાખે છે. તેમનાં અને જેફ બેઝોસનાં લગ્ન વેનિસમાં થયાં હતાં અને ત્રણ દિવસ ચાલેલાં આ લગ્નની ઉજવણી પાછળ ૧૦ મિલ્યન ડોલર (આશરે ૮૮.૭ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હતો.
પોતાની જેટ-સેટિગ જીવનશૈલી અને બોલ્ડ ફેશન પસંદગી માટે જાણીતાં લોરેન સાંચેઝ તેમનાં કપડાંને જાહેર વ્યક્તિત્વનો આવશ્યક ભાગ માને છે. તેમની એક હેન્ડબેગની કિમત આશરે ૧૦,૦૦૦ ડોલર (આશરે ૮.૮૭ લાખ રૂપિયા) છે. લોરેન સાંચેઝ ઍમી અવોર્ડ વિજેતા ભૂતપૂર્વ પત્રકાર છે અને ‘ન્યુ યોર્ક ટાઇમ્સ'નાં બેસ્ટ સેલિગ લેખિકા સાથે હેલિકોપ્ટરનાં પાઇલટ પણ છે. તેઓ બેઝોસ અર્થ ફન્ડનાં વાઇસ ચેરમેન છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
