તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 24th November 2025
લેબનાનની રાજધાની પર ઈઝરાયલની ભયંકર એરસ્ટ્રાઈક
હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત : બેરૂતના આકાશમાં ગૂંજેલા વિસ્ફોટે મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા કર્યા છે. હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોપ કમાન્ડરના મોત પછી યુદ્ધવિરામ ફરી તૂટી પડવાનું જોખમ ઊભું થયું છે

બેરૂત તા.૨૪: લેબનોનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલે કરેલા શક્તિશાળી હવાઈ હુમલાએ ફરી ચકચાર મચાવી છે. દક્ષિણ બેરૂતના દહિયેહ વિસ્તારની એક ઇમારત પર મિસાઇલ ફાયર કરવામાં આવી હતી. જ્યાં હિઝબુલ્લાહના આર્મી ચીફ હૈથમ તબતાબાઈ રહેતા હતા. ઇમારતનો મોટો હિસ્સો ધરાશાયી થવાથી ૨૦ થી વધુ નિર્દોષ રહેવાસીઓ ઘાયલ થયા હતા. જ્યારે નજીકના મકાનો અને વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. હુમલો એટલો અચાનક હતો કે આસપાસના વિસ્તારમાં ક્ષણોમાં ધુમાડો થઈ ગયો હતો.
અહેવાલોના આધારે આ હુમલો નવેમ્બર ૨૦૨૪માં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાયો છે. લેબનોન તાજેતરમાં ઇઝરાયલ સાથે વાતચીત કરવા રાજી થયું હતું. છતાં આ હવાઈ હુમલાએ રાજનીતિક માહોલને વધુ ગંભીર બનાવી દીધો છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને આતંકવાદી નેટવર્કને કમજોર કરવાની કાર્યવાહી ગણાવી છે. તેમણે આરોપ મૂક્યો કે હિઝબુલ્લાહ પોતાની લશ્કરી શક્તિમાં સતત વધારો કરી રહ્યું છે અને આ ક્ષેત્રની સુરક્ષા માટે ગંભીર ખતરો બની ગયું છે.
નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મધ્ય પૂર્વમાં હિઝબુલ્લાહ, હમાસ અને હુથી જેવા આતંકવાદી સંગઠનોને નબળા પાડવા ઇઝરાયલ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે જેમ હમાસને પેલેસ્ટિનિયન સરકાર અને ત્લ્ત્ને પાકિસ્તાની સરકાર તરફથી સહારો મળતો હોવાનો આક્ષેપ છે, તેમ હિઝબુલ્લાહને લેબનીઝ સરકારનું આવરણ મળી રહ્યું છે. તેમના મતે, આવા સંગઠનો રાજ્યોને અસ્થિર બનાવી વિશ્વને આતંકના કેન્દ્રમાં ફેરવી શકે છે. તેથી ઇઝરાયલ કોઈપણ કિમતે આ નેટવર્કને વિસ્તરવા નહીં દે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
