News of Monday, 24th November 2025
G૨૦: પીએમ મોદી-મેલોનીની જુગલબંધી છવાયઃ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ
બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, વિજ્ઞાન, શિક્ષણ અને આતંકવાદ વિરોધી સહયોગ અંગે વાતચીત કરી

નવી દિલ્હી, તા.૨૪: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G૨૦ સમિટ દરમિયાન ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ, ટેકનોલોજી, AI, અવકાશ, સંરક્ષણ અને સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ એકબીજા સાથે ખુશીઓ વ્યક્ત કરી, સ્મિતની આપ-લે કરી. આ વર્ષે મોદી અને મેલોનીની આ ત્રીજી મુલાકાત છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ હાજર રહ્યા.
બેઠક પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મારી ખૂબ જ સારી મુલાકાત રહી. ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે, જેનાથી આપણા દેશોના લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમની ચર્ચાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, AI, સંરક્ષણ અને સુરક્ષા, અવકાશ, સંશોધન, નવીનતા અને સંસ્કળતિમાં સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી.
વિદેશ મંત્રાલય અનુસાર, નેતાઓએ રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, લોકો-થી-લોકોના સંબંધો અને આતંકવાદ વિરોધી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલા વિકાસની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના ૨૦૨૫-૨૯ પર થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાથી અર્થતંત્રો અને લોકો બંનેને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે મેલોનીએ ૨૦૨૬ માં ભારત દ્વારા આયોજિત થનારા AI સમિટ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું.
૨૦૨૩-૨૦૨૪ માં ભારત-ઇટાલી વેપાર આશરે ૧૫ અબજ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જ્યારે ૨૦૦૦ થી ઇટાલીથી ભારતમાં વિદેશી સીધું રોકાણ આશરે ૪ અબજ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.
શનિવારે અગાઉ, ઇટાલીના વડા પ્રધાને G-૨૦ સમિટના પ્રથમ સત્રના ફોટા શેર કર્યા હતા. તેમણે G-૨૦ પ્રમુખ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ વર્ષે પીએમ મોદી અને ઇટાલીના વડા પ્રધાન મેલોની વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી. અગાઉ, જૂન ૨૦૨૫ માં કેનેડાના કનાનાસ્કિસમાં G૭ સમિટમાં અને ગયા ડિસેમ્બરમાં દુબઈમાં ઘ્બ્ભ્૨૮ માં બંને નેતાઓ વચ્ચેની મિત્રતા દુનિયાએ જોઈ હતી. COP૨૮ માં, મેલોનીએ મોદી સાથે સેલ્ફી કેપ્શનમાં લખ્યું હતું, COP૨૮ માં સારા મિત્રો.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
