તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
વ્યક્તિગત કરદાતાને જ ૧૨ લાખની આવક મર્યાદામાં કોઈ ટેક્સ નહીં
કંપની કે પેઢી ધરાવનાર પાસે અગાઉ મુજબ ટેક્સ વસૂલાશે : એચયુએફની મર્યાદા વધારીને ચાર લાખ કરવામાં આવી

નવી દિલ્હી તા.૨૪: નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઈન્કમટેક્સમાં ૧૨ લાખની મર્યાદા કરવામાં આવી હોવાના કારણે કરદાતાઓને સૌથી વધુ રાહત થઈ છે. જોકે તેમાં પણ વ્યક્તિગત આવક હશે તેને જ ૧૨ લાખની મર્યાદાનો લાભ મળવાનો છે.
તે સિવાય એટલે કે એચયુએફ઼ કંપની, પેઢી હોય તેઓને ૧૨ લાખની મર્યાદાના બદલે ઇન્કમટેક્સમાં પહેલા જે રીતે ગણતરી કરીને ટેક્સ વસૂલાતો હતો તે જ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે. જોકે એચયુએફમાં પહેલા આવકની મર્યાદા ત્રણ લાખની હતી તેમાં એક લાખનો વધારો કરીને હવેથી ચાર લાખ સુધીની આવક હશે તો ટેક્સ લાગશે નહીં તેના કરતા આવક વધી તો ટેક્સ વસૂલ કરવામાં આવશે.
ઇન્કમટેક્સના ન્યૂ રીઝીમમાં નોકરી કરનાર વ્યક્તિની આવક ૧૨ લાખ અને ૭૫ હજાર હશે તો પણ એક પણ રૂપિયાનો ટેક્સ લાગવાનો નથી. નોકરીના બદલે અન્ય આવક દર્શાવતા હોય તો તેવા કરદાતા માટે ૧૨ લાખની જ મર્યાદા રહેશે, પરંતુ એચયુએફ માટે એક લાખની મર્યાદા વધારતા તેઓની આવક ચાર લાખ કરતા વધી તો ટેક્સની વસૂલાત કરવામાં આવશે. જયારે પેઢી, કંપની, ટ્રસ્ટ કે અન્ય હોય વેપાર સાથે સંકળાયેલી પેઢી હોય તો તેની આવકની શરૂઆતની રકમથી જ ટેક્સની મર્યાદામાં આવી જાય છે. તેઓને ૧૨ લાખની વાત તો દૂર રહી ચાર લાખ અને તેના કરતા ઓછી આવક હશે તો પણ ટેક્સની વસૂલાત કરવામાં આવશે. આ અંગે સીએ નીતિશ અગ્રવાલે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સમાં નોકરી કરતા હોય તેને ૧૨.૭૫ લાખ સુધીની આવક પણ ટેક્સ નહીં લાગે. જ્યારે નોકરી સિવાયના વ્યક્તિ હોય તેને ૧૨ લાખની મર્યાદાનો લાભમળવાનો છે.
જયારે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે એચયુએફની આવક ચાર લાખ કરતા વધી જાય તો ઈન્કમટેક્સના સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે. તેમાં ચાર લાખ સુધીમાં ઝીરો ટકા, ચારથી આઠ લાખમાં પાંચ ટકા, આઠથી ૧૨માં ૧૦ ટકા. ૧૨થી ૧૬ લાખમાં ૨૦ ટકા, ૨૦થી ૨૪ લાખમાં ૨૫ ટકા અને ૨૪ લાકથી વધુ આવક હોય તો ૩૦ ટકા પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
