News of Monday, 24th November 2025
પશ્ચિમ બંગાળ સરહદે ઘૂસણખોરોમાં ફફડાટ: કડક કાર્યવાહીના ડરે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં નાસભાગ: માત્ર બે સપ્તાહમાં ૨૬,૦૦૦ લોકો દેશ છોડી ભાગ્યા

કોલકત્તા: પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સરહદ પર અસામાન્ય ગતિવિધિઓ તેજ બની છે. 'એસઆઈઆર' (એસ.આઇ.આર) કાર્યવાહીની ચર્ચા અને ડરના કારણે મોટી સંખ્યામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ભારત છોડીને પરત ભાગી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં હજારો લોકો સરહદ પાર કરી ગયા હોવાથી સરહદી ગામો ખાલીખમ થઈ ગયા છે.
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાલ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, કાયદાકીય કાર્યવાહી અને તપાસના ભયને કારણે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો હવે જાતે જ ઉચાળા ભરીને પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે.
એસઆઈઆરના ડરે હિજરત
સરહદી વિસ્તારોમાં 'એસઆઈઆર' કાર્યવાહીની જોરદાર ચર્ચા છે. આ કાર્યવાહી હેઠળ પકડાઈ જવાના અને સજા થવાના ડરથી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક સૂત્રો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, આ ડર એટલો વ્યાપક છે કે ગેરકાયદેસર વસાહતીઓ રાતોરાત પોતાના ઘર ખાલી કરી રહ્યા છે.
*૨૬,૦૦૦ લોકો ગાયબ*
આંકડાઓ ચોંકાવનારા છે. છેલ્લા માત્ર બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં અંદાજે ૨૬,૦૦૦ જેટલા લોકોએ પશ્ચિમ બંગાળ છોડીને બાંગ્લાદેશ તરફ પ્રયાણ કર્યું છે. સરહદ નજીકના અનેક ગામોમાં ઘરો અને ઝૂંપપટ્ટીઓ સાવ ખાલી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ અસામાન્ય ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે સુરક્ષા એજન્સીઓની કડક નીતિ અને સંભવિત તપાસ ઝુંબેશની અસર હવે જમીની સ્તરે દેખાવા લાગી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
