News of Monday, 24th November 2025
ભાજપના નેતાઓની અંજલીબેન સાથે બેઠકઃ પરિવારને ફરી સક્રિય કરવા કવાયત : જુઓ વિડિયો
અંજલીબેન રૂપાણી, પુત્રી રાધીકાબેન, પુત્ર ઋષભ રૂપાણી સહિતના પરિવારજનો સાથે બી.એલ.સંતોષ, રત્નાકરજી, જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની વિજયભાઇના નિવાસ સ્થાને બંધ બારણે મીટીંગ

ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં બેઠક પહેલા પાર્ટીના આગેવાનો સર્વશ્રી સંતોષજી, રત્નાકરજી, વિશ્વકર્માજીએ સ્વ. વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને શેભેચ્છા મુલાકાત કરી અંજલીબેન, ઋષભ, રાધીકાબેન સહિતના પરિજનોને મળ્યા હતા. ઉપરોકત તસવીરમાં ભાજપ આગેવાનોને આવકારતા ઋષભ રૂપાણી દર્શાય છે. જયારે અંતિમ તસવીરમાં અંજલીબેન મહાનુભાવોને વિદાય આપતા દર્શાય છે. (તસવીર : અશોક બગથરીયા)
રાજકોટ તા.૨૪: સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક આજે રાજકોટમાં યોજાઇ રહી છે. જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા સહિતના આગેવાનો શહેરના મહેમાન બન્યા છે.
આ ઉપરાંત રાજકોટના પનોતા પુત્ર તથા રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને મળવા માટે ભાજપના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જયાં અંજલીબેન રૂપાણી, રૂષભ રૂપાણી, મેહુલભાઇ રૂપાણી સહિતના પરિવારજનોને મળ્યા હતા.
આવનાર ચુંટણીમાં રૂપાણી પરિવાર સંગઠનમાં ફરી સક્રિય બને તે માટે આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠક રાજકોટમા મળી રહી છે. આ અગાઉ ભાજપના નેતાઓએ આજે સ્વ.વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને જઈ અંજલીબેન રૂપાણી સાથે બેઠક યોજી હતી.
અચાનક આ મળેલ બેઠકને લઈ અનેક તર્કવિતર્ક માનવામાં આવી રહ્યાં છે. આ બેઠકમાં રાષ્ટ્રય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશર વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના આગેવાનોએ અંજલીબેન રૂપાણી સાથે બેઠક કરી હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અંજલીબેન રૂપાણી પરિવારને રાજકારણમાં ફરી સક્રિય કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. અંજલીબેનને સંગઠનમાં મોટો હોદ્ો આપવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.
એવી પણ લોકચર્ચા છે કે જ્યારે આ બેઠક શરૂ થઈ ત્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બહાર બેસાડવામાં આવ્યા હતા.
આજે સવારે ૧૧ વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પ્રકાશ સોસાયટીમાં ભાજપના ટોચના નેતાઓ અંજલીબેન રૂપાણીને મળ્યા હતા. આ અંજલીબેન રૂપાણી, વિજયભાઈના પુત્રી રાધીકાબેન, પુત્ર ઋષભ રૂપાણી સાથે ભાજપના બી.એલ.સંતોષ, રત્નાકરજી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે બંધ બારણે મીટીંગ યોજી હતી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ નિવાસસ્થાને ઉપસ્થિત છે. ચૂંટણી પૂર્વે ભાજપ નેતાઓ આજે અચાનક અંજલીબેનને મળવા જતાં ભારે ચર્ચા જાગી છે. અંજલીબેનને કોઈ મોટી જવાબદારી સોંપાય તેવી પણ ચર્ચા છે. સૌરાષ્ટ્ર ભાજપની સંગઠન બેઠક આજે રાજકોટ મળી રહી છે તેમાં હાજરી આપવા રાજકોટ આ નેતાઓ આવ્યા હતા.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
