<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

દિલ્‍હી બાદ બિહાર પણ વાયુ પ્રદુષણની લપેટમાં: ૧૪ શહેરોની હવા પ્રદુષીત

પટનામાં સરેરાશ ૧૪૨ તથા હાજીપુરમાં ૨૦૮ એકયુઆઈ નોંધાયો

નવી દિલ્‍હી, તા.૨૪: રાજધાની દિલ્‍હીની સાથે બિહારના કેટલાક શહેરોમાં વાયુ પ્રદુષણ વધ્‍યું છે. ઝેરીલી હવાના કારણે લોકોને શ્‍વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ સ્‍થિતી બાળકો તથા વડીલો માટે વધુ ખતરનાક છે. બિહારમાં ગઈકાલે પટના સહિત ૧૪ શહેરોની હવા પ્રદુષીત રહી હતી. ત્રીજા દિવસે પણ હાજસપુરની હવા સૌથી ઝેરીલી બની હતી. જેનો એકયુઆઈ ૨૦૮ તથા મુરાદપુરમાં ૧૬૮ નોંધાયો હતો. અહીં પી.એમ. ૨.૫ની માત્રા વધુ હોવાથી હવા ખરાબ શ્રેણીમાં ચાલી ગઈ હતી. પટનાનો સરેરાશ એકયુઆઈ ૧૪૨ નોંધાયો હતો. જયારે સમસ્‍તીપુર ૫૫ એકયુઆઈ સાથે સૌથી સ્‍વચ્‍છ રહેલ. હવામાં ધુળના રજકણોમાં વધારો થતા પટનાની મુખ્‍ય સડકો ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્‍યો હતો. તજજ્ઞો મુજબ પટના સહિત રાજયના મોટાભાગના વિસ્‍તારોમાં હજી પણ હવાની ગતિ ઝડપી છે. જેથી પ્રદુષકોનો જમાવડો ઓછો થઈ રહયો છે. આવનાર દિવસોમાં હવાની ગતિ જમીન ઉપર ઘટતા પ્રદુષણ વધશે, જેથી સમસ્‍યા પણ વધી શકે છે. 

(1:44 PM IST)