<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

અમે કાર્યકર,પાર્ટી કહેશે તેમ કરીશું:વરિષ્‍ઠ આગેવાનોની શુભેચ્‍છા મુલાકાત હતીઃ અંજલીબેન રૂપાણી

રાજકોટઃ આજે રાજકોટમાં સોૈરાષ્‍ટ્ર ઝોનની ભાજપની બેઠક કમલમ ખાતે યોજાઇ હતી.જેમાંએસઆઇઆર,આગામી કોપોર્રશેનની  ચૂંટણી સહિતના મુદ્‌ે રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષજી રત્‍નાકરજી, પ્રદેશ  અધ્‍યક્ષ વિશ્વકર્માજી ઉપસ્‍થિત રહયા હતા.બેઠક પહેલા ભાજપના આગેવાનો દ્વારા સ્‍વ. વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્‍થાને જઇ અંજલીબેન, રૂષભભાઇ સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરાઇ હતી.

 આ અંગે અંજલીબેને જણાવેલ કે, આ શુભેચ્‍છા મુલાકાત હતી. વિજયભાઇના અવસાન બાદ પહેલીવાર સંતોષજી રાજકોટ  આવ્‍યા છે. તેઓ વિજયભાઇના સંગઠનના કાર્યોથી સુપેરે વાકેફ છે. તેઓ અમારા સંગઠનના વડા છે.

સોરાષ્‍ટ્રમાં એકટીવ થવા અંગે અંજલીબેને જણાવેલ કે, અમે પાર્ટીના કાર્યકર છીએ, પાર્ટી કહેશે તેમ કરીશું ઉપરાંત આગામી કોર્પોરેશનની ચૂંટણી અંગે ચર્ચા ન થઇ હોવાનું અને આ ફકત શુભેચ્‍છા મુલાકાત જ હોવાનું અંજલીબેનને જણાવ્‍યું હતુંઉ (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:56 PM IST)