<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

બોલિવૂડના હિ મેને બોલિવૂડને આપ્‍યા ૬૦ વર્ષઃ ૧૯૬૦માં ફિલ્‍મ દિલ ભી તેરા હમ ભી તેરે થી એન્‍ટ્રીઃ ફિલ્‍મી કારકિર્દીમાં ૨૫૦થી વધુ ફિલ્‍મોમાં અભિનય

બાવન ફિલ્‍મો સુપર હિટ અને ૮૮ ફિલ્‍મો રહી હિટ ૧૯૬૬ની ફિલ્‍મ ‘‘ફુલ ઔર પથ્‍થર''થી સુપરસ્‍ટાર બન્‍યા હતા ધર્મેન્‍દ્ર, ‘‘શોલે''ના વીરુના પાત્રથી છવાયા હતા, એક્‍શન, રોમેન્‍ટિક કે કોમેડી દરેકમાં હિટ રહેતા ૫૦ થી વધુ અલગ અલગ હિરોઈન અને રાજેશ ખન્ના, મનોજકુમાર,જીતેન્‍દ્ર જેવા અભિનેતા ઓ સાથે કામ કર્યું છે : ૧૯૭૦ થી ૧૯૮૦નો દાયકો ધર્મેન્‍દ્ર માટે રહ્યો હતો સુવર્ણકાળ બિકાનેરના સાંસદ પણ રહી ચુક્‍યા છે ધર્મેન્‍દ્ર ફિલ્‍મફેર એવોર્ડ, પદ્મ ભૂષણ, જેવા અનેક એવોર્ડ મેળવી ચૂક્‍યા હતા, પત્‍ની હેમામાલિની તો પુત્ર સન્ની અને બોબી તો પુત્રી એશા અને આહના પણ બોલિવૂડ કે મોડેલિંગ જગતમાં: જન્‍મદિવસ આડે બાકી હતા માત્ર ૧૪ દિવસ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા).....વાપીઃ બોલિવૂડના હિ મેન ધર્મેન્‍દ્રની ચિરવિદાય ને પગલે જાણે બોલિવૂડે અભિનય નો એક સિતારો ગુમાવ્‍યો છે.

છેલ્‍લા કેટલાક દિવસોથી ધર્મેન્‍દ્રની તબિયત લથડી હતી, જેને પગલે તેમને મુંબઈની બ્રિચકેંડી હોસ્‍પિટલ માં દાખલ કરેલ હતા અને વેન્‍ટિલેટર ઉપર હતા, જેને પગલે તેમની યુએસ રહેતી બંને દીકરી ને પણ બોલાવી લેવાઈ હતી પરંતુ તબિયતમાં સુધારો થતા રજા આપી ઘરે લઈ જવાયા હતા પરંતુ આજે ફરી તબિયત લથડી હતી જોકે આજે ડોક્‍ટરે સોરી કહી દેતા સમગ્ર દેઓલ પરિવાર સહિત ધર્મેન્‍દ્રના લાખો ચાહકોને આંચકો લાગ્‍યો છે, તેમના જન્‍મ દિવસ આડે માત્ર ૧૪ દિવસ બાકી છે.

આ વેળાએ ધર્મેન્‍દ્રની કારકિર્દીની એક ઝલક જોઈએ તો ૮મી ડિસેમ્‍બર ૧૯૩૫ના રોજ પંજાબના લુધિયાણા પંથક ના નસરોલી ગામે શીખ પરીવારમાં જન્‍મ, માતા નું નામ સતીશ કૌર અને પિતાનું નામ કિવલ કિસાન સિહ , આમ તો ખેડૂત પરિવાર માં થી આવતા ધર્મેન્‍દ્ર ફિલ્‍મ જગત થી સંપૂર્ણ અજાણ પણ ભાગ્‍ય ના જોરે જાણે આવી ગયા.

૧૯૫૮ માં ફિલ્‍મફેર મેગેઝિન દ્વારા યોજાયેલ એક સ્‍પર્ધા  ટેલેન્‍ટ હન્‍ટમાં ભાગ લેવાનો ધર્મેન્‍દ્રને મોકો મળ્‍યો અને જેમાં તેમની સૌથી હેન્‍ડસમ ચહેરા તરીકે પસંદ કરવા માં આવ્‍યા અને આ સ્‍પર્ધા તેમના માટે ફિલ્‍મ ઉદ્યોગ માં પ્રવેશનો ટર્નિગ પોઈન્‍ટ સાબિત થઈ, ૧૯૬૦ માં ધર્મેન્‍દ્ર એ નિર્દેશક અર્જુન જીની ફિલ્‍મ  દિલ ભી તેરા હમ ભી તેરે દ્વારા એન્‍ટ્રી કરી જેમાં તેમની સાથે હીરોઈન તરીકે હતી કુમકુમ, આ ફિલ્‍મ જોઈએ તેવી સફળ ના રહી પરંતુ ધર્મેન્‍દ ને જાણે સતાવાર એન્‍ટ્રી મળી.

ત્‍યાર પછી ધર્મેન્‍દ્રએ પાછળ વળીને જોયું નથી,૧૯૬૬ માં ફિલ્‍મ  ફુલ ઔર પથ્‍થરમાં ધર્મેન્‍દ્ર એ એક્‍શન હીરોનો રોલ કર્યો સાથે હીરોઈન તરીકે હતા મીનાકુમારી આ ફિલ્‍મે ધર્મેન્‍દ્ર ને સ્‍ટારડમ સુધી પહોંચાડ્‍યા, શરૂઆત માં રોમેન્‍ટિક હીરો, ત્‍યાર બાદ કોમેડી રોલ અને ત્‍યાર બાદ એક્‍શન હીરો એમ તેમની બહુમુખી પ્રતિભા એ તેમને ૧૯૬૦ થી ૧૯૮૦ સુધીના સૌથી લોકપ્રિય અભિનેતા બનાવ્‍યા

ધર્મેન્‍દ્રએ ૧૯૬૦થી ૨૦૨૪નો સમયગાળો આપ્‍યો બોલિવૂડને જેમાં તેમની આશરે ૨૫૦ થી વધુ ફિલ્‍મો આવી જેમાંથી ૫૦ થી વધુ ફિલ્‍મો સુપરહિટ કે બ્‍લોક બસ્‍ટર રહી, આશરે ૯૦ જેટલી ફિલ્‍મો હિટ રહી, તો ૬૦ જેટલી ફિલ્‍મો એવરેજ રહી હતી, તેમની ફલોપ ફિલ્‍મ ૫૦ જેટલી કહી શકાય, તેમણે ૫૦ થી વધુ અલગ અલગ હીરોઈન સાથે કામ કર્યું છે.

ધરમ પાજીએ એકવાર સ્‍વીકાર્યું હતું કે હું મુંબઈ આવ્‍યો ત્‍યારે મને કોઈ ઓળખતું નહોતું પણ મેં એક સ્‍વપ્‍ન જોયું હતું કે એક દિવસ લોકો મારી ફિલ્‍મ માટે લાઇન લગાવશે અને એ એમનું સ્‍વપ્ન સાચું પડ્‍યું.

ધર્મેન્‍દ્રના પારિવારિક જીવન વિશે જોઈએ તો તેમને બે લગ્ન કર્યા હતા, તેમના પ્રથમ પત્‍નીનું નામ પ્રકાશ કૌર તેમની સાથે ચાર સંતાનો સની દેઓલ, બોબી દેઓલ, અજીત અને વિજેતા દેઓલ, તો બીજી પત્‍ની હેમા માલિની તેમની સાથે બે પુત્રી ઓ એશા દેઓલ અને આહના દેઓલ.

ધર્મેન્‍દ્રજીએ વાજપેયીજીના કહેવાથી રાજકીય આલમ સાથે જોડાયા હતા તેવી બીજેપી તરફથી ૨૦૦૪માં રાજસ્‍થાનના બિકાનેર મત વિસ્‍તારમાં થી સંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ રાજનીતિ તેમની ફાવી ના હતી, તેમને ફિલ્‍મ ફેર લાઈફ ટાઈમ અચિવમેૅટ એવોર્ડ પદ્મભૂષણ જેવા અનેક એવોર્ડ મેળવી ચૂક્‍યા છે.

આવા મહાન પણ સરળ અભિનેતા હવે આપણી વચ્‍ચે રહ્યા નથી, લાખો ચાહકોને ધર્મેન્‍દ્ર ની સદા ખોટ સાલશે.. ધર્મેન્‍દ્રજીને ભાવભરી શ્રદ્ધાંજલી. 

(3:16 PM IST)