<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ટાટા એઆઈ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ અને સીએનબીસી-ટીવી૧૮નું જોડાણ

 

રાજકોટ, તા. રરઃ  નાણાકીય આયોજન અને નાગરિકોની સુરક્ષાની જરૂરિયાત પણ ઉભી થાય તે દેશભરના ગ્રાહકોને નવીન સુરક્ષા ઉકેલો ઉપલબ્‍ધ બનાવી ટાટા એઆઈએ વર્ષોથી તેમને સહાય પૂરી પાડી રહી છે. ભારતના જીવન વીમા ક્ષેત્રમાં તે એક અગ્રણી સુરક્ષા ઉપલબ્‍ધ બનાવનાર તરીકે ઉભરી આવ્‍યું છે.

ભારત સરકારના જીએસટી ને મુક્‍તિ આપવાના નોંધપાત્ર પગલાંથી, જીવન વીમો હવે વધુ કિફાયતી બન્‍યો છે, અને ભારતીય પરિવારો માટે ‘આવશ્‍યક શ્રેણી'ની યાદીમાં તેનો યોગ્‍ય રીતે સમાવેશ કરાયો છે.

ભારતીય પરિવારો માટે જ્‍યારે નાણાકીય સલાહની વાત આવે, ત્‍યારે જીવન વીમા સલાહકારો સૌ પ્રથમ અને મહત્‍વના સંપર્ક બિંદુ છે. ૧.૫ લાખથી વધુ સલાહકારો ધરાવતી Tata AlA તેમને વિવિધ પ્રસ્‍તાવો અને સાધનોથી સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેમને ગ્રાહકોને લાંબા ગાળા માટે સેવા આપવા સક્ષમ બનાવે છે. આ સલાહકાર-ઉદ્યોગ સાહસિકોની કામગીરીને બિરદાવવા કરવા માટે, ટાટા એઆઈએ એક વિશિષ્ટ માન્‍યતા પ્‍લેટફોર્મ ટાટા ઔરા રજૂ કર્યું છે.

આ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં ટાટા એઆઈએ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સના એમડી અને સીઇઓ વેંકી ઐયરે જણાવ્‍યું હતું કે, ‘સપનાઓનું રક્ષણ કરવાના અને ભવિષ્‍યને સુરક્ષિત કરવાના ટાટા એઆઈએના અમારા વચનના હાર્દમાં અમારા ગ્રાહકો છે.  CNBC-TV18 સાથેની અમારી ભાગીદારી દ્વારા સંચાલિત, આ પહેલ પાછળનો અમારો હેતુ સલાહકાર ઉદ્યોગસાહસિકોની આગામી પેઢીને પ્રેરિત કરવાનો છે જેઓ વીમાને પૂર્ણ-સમયના વ્‍યવસાય તરીકે અપનાવવા વિચાર કરી શકે છે.

ન્‍યુઝ ૧૮ સ્‍ટુડિયોના સીઇઓ શિવકુમાર એસએ આ પહેલ અંગે જણાવ્‍યું હતું કે ‘ટાટા એઆઈએ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ સાથેનો આ સહયોગ સલાહકારોની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે, જે તેઓ જે પરિવારની સેવા કરે છે તેના માટે કાળજી અને સુસંગતતા લાવે છે.

(3:53 PM IST)