<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્‍વાર અકસ્‍માતં: કુંજાપુરી મંદિરે જતી બસ ૭૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતાં ૫ શ્રદ્ધાળુઓના મોત

મૃતકો ગુજરાતી હોવાની પ્રબળ આશંકાઃ ઈજાગ્રસ્‍તો અને મૃતકોમાં મોટાભાગના યાત્રિકો ગુજરાત અને દિલ્‍હીના :ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્‍લાના નરેન્‍દ્રનગર વિસ્‍તારમાં બની કરુણ ઘટના :હિંડોળાખાલ-કુંજાપુરી રોડ પરથી બસ અંદાજે ૭૦ મીટર ઊંડી ખીણમાં ગરકાવ થઈ. :બસમાં સવાર ૨૮ જેટલા મુસાફરોમાંથી ૫ લોકોના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત. :૨૩ મુસાફરો ઈજાગ્રસ્‍ત, એસડીઆરએફની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી. :ઈજાગ્રસ્‍તો અને મૃતકોમાં મોટાભાગના યાત્રિકો ગુજરાત અને દિલ્‍હીના હોવાની માહિતી.

ઉત્તરાખંડના દેવભૂમિમાં દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ માટે આજનો સોમવાર અમંગળ સાબિત થયો છે. ટિહરી ગઢવાલ જિલ્‍લાના નરેન્‍દ્રનગર બ્‍લોક નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ ઊંડી ખીણમાં ખાબકતાં સર્જાયેલા ગમખ્‍વાર અકસ્‍માતમાં ૫ લોકોના મોત નિપજ્‍યા છે, જ્‍યારે ૨૩ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક વિગતો મુજબ, આ બસમાં સવાર મુસાફરોમાં મોટી સંખ્‍યામાં ગુજરાતી યાત્રિકો હતા, જેના કારણે ગુજરાતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે.

આ દુર્ઘટના આજે બપોરે બની હતી. મળતી માહિતી મુજબ, બસ શ્રદ્ધાળુઓને લઈને પ્રસિદ્ધ કુંજાપુરી માતાના મંદિર તરફ જઈ રહી હતી. તે સમયે નરેન્‍દ્રનગર અને હિંડોળાખાલ વચ્‍ચેના રસ્‍તા પર અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી લપસીને સીધી ૭૦ મીટર ઊંડી ખીણમાં જઈ પડી હતી. દુર્ઘટના એટલી ભીષણ હતી કે બસના કૂચેકૂચા બોલી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડ પોલીસ અને સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (એસડીઆરએફ) ની ટુકડીઓ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. પહાડી વિસ્‍તાર અને ઊંડી ખીણ હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્‍કેલી પડી હતી. એસડીઆરએફના જવાનોએ સ્‍થાનિક લોકોની મદદથી ખીણમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, અત્‍યાર સુધીમાં ૫ મુસાફરોને મૃત જાહેર કરવામાં આવ્‍યા છે. જ્‍યારે અન્‍ય ૨૩ ઘાયલોને ખીણમાંથી બહાર કાઢીને સારવાર માટે ઋષિકેશ એઈમ્‍સ અને નરેન્‍દ્રનગરની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે.

બસમાં સવાર મુસાફરો કયા શહેરના છે તેની ચોક્કસ ઓળખવિધિ હાલ ચાલી રહી છે, પરંતુ પ્રત્‍યક્ષદર્શીઓ અને સ્‍થાનિક તંત્રના જણાવ્‍યા મુજબ મુસાફરોમાં ગુજરાત અને દિલ્‍હીના યાત્રિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં ગુજરાતીઓ હોવાની આશંકાને પગલે ગુજરાત સરકાર પણ ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં હોવાનું મનાય છે. અકસ્‍માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પહાડી રસ્‍તા પરના વળાંક અથવા બ્રેક ફેલ થવાની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.(

(3:40 PM IST)