News of Monday, 24th November 2025
વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) મર્યાદા ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવા માટે સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ની મર્યાદા વધારવા માટે વીમા કાયદા (સંશોધન) બિલ, ૨૦૨૫ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં વીમા કંપનીઓમાં એફડીઆઈની મર્યાદા ૭૪% છે, જેને વધારીને ૧૦૦% કરવાની દરખાસ્ત છે.
આ સુધારાનો મુખ્ય હેતુ વીમા ક્ષેત્રનો વિકાસ ઝડપી બનાવવો, વીમાની પહોંચ ઊંડી કરવી અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'માં સુધારો લાવવાનો છે.
આ બિલ માત્ર વીમા અધિનિયમ, ૧૯૩૮ જ નહીં, પરંતુ ભારતીય જીવન વીમા નિગમ અધિનિયમ, ૧૯૫૬ અને વીમા નિયમન અને વિકાસ સત્તામંડળ અધિનિયમ, ૧૯૯૯ (આઈઆરડીએઆઈ) માં પણ સુધારો લાવશે. સરકાર "વર્ષ ૨૦૪૭ સુધીમાં 'બધા માટે વીમો'ના લક્ષ્યને હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે.
અત્યાર સુધીમાં વીમા ક્ષેત્રે રૂ. ૮૨,૦૦૦ કરોડનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ આકર્ષિત કર્યું છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
