<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ભારતના યુપીઆઈ-અને યુરોપના ટીઆઈપીએસ વચ્ચે ઇન્ટરલિંકેજ શરૂ કરવાનો નિર્ણય, જેનાથી ભારત અને યુરોઝોન વચ્ચે સીધા અને ઝડપી ક્રોસ-બોર્ડર પેમેન્ટ શક્ય બનશે

ભારતની પ્રતિષ્ઠિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સિસ્ટમને યુરોપની ટાર્ગેટ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સેટલમેન્ટ (ટી આઈ પી એસ) સિસ્ટમ સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આ સંબંધમાં યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઈસીબી) સાથે સઘન ચર્ચા બાદ 'રિયલાઇઝેશન ફેઝ' શરૂ કરવા પર સંમતિ આપી છે.

 આ જોડાણથી ભારત અને યુરોઝોન (યુરો એરીયા) વચ્ચે ક્રોસ-બોર્ડર રેમિટન્સ (સરહદ પારના નાણાં ટ્રાન્સફર) વધુ સસ્તા, કાર્યક્ષમ અને તત્કાળ થઈ શકશે.

આ પગલું જી-ટ્વેન્ટીના રોડમેપ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ સરહદ પારના પેમેન્ટ્સને વધુ સુલભ બનાવવાનો છે.

ભારતમાં આરબીઆઈ અને એનપીસીઆઇ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (એન આઇ પી એલ) યુરોપિયન સેન્ટ્રલ બેંક સાથે મળીને ટેકનિકલ એકીકરણ અને સેટલમેન્ટ વ્યવસ્થા પર કામ કરશે.

(5:39 PM IST)