<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

સુપ્રીમ કોર્ટમાં હવે દિલ્હી રમખાણ કેસમાં યુએપીએ જોગવાઈ હેઠળ આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત ૫ અન્યની જામીન અરજી પર સુનાવણી ૨ ડિસેમ્બરના રોજ થશે

સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૦ના દિલ્હી રમખાણોના કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ આરોપી ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખી છે.

 

જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન. વી. અંજારિયાની બેન્ચે દિલ્હી પોલીસ તરફથી રજૂઆત પૂર્ણ થયા બાદ સુનાવણી હવે આગામી બીજી ડિસેમ્બરના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

 

દિલ્હી પોલીસે જામીન અરજીનો ઉગ્ર વિરોધ કરતા કોર્ટમાં દલીલ કરી હતી કે આ આરોપીઓ બંધારણીય મૂલ્યોનું માન રાખતા નથી અને રમખાણો સ્વયંભૂ નહોતા, પરંતુ પૂર્વ-યોજિત કાવતરાનો ભાગ હતા.

(5:39 PM IST)