News of Monday, 24th November 2025
દિલ્હી હાઈકોર્ટનો ટેસ્લાના પક્ષમાં ચુકાદો

દિલ્હી હાઈકોર્ટે ઇલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિક વાહન (એવી) બનાવતી કંપની ટેસ્લા ઇન્ક.ને ભારતીય કંપની ટેસ્લા પાવર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેના ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેસમાં રાહત આપી છે.
હાઈકોર્ટે ગુરુગ્રામ સ્થિત ભારતીય કંપની ટેસ્લા પાવર ઇન્ડિયાને ટેસ્લા ઇન્કના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક, લોગો અથવા અન્ય સમાન ચિહ્નોનો ઉપયોગ બેટરી, ઇન્વર્ટર કે અન્ય ઓટોમોટિવ પ્રોડક્ટ્સ માટે ન કરવા માટે અંતરિમ સુરક્ષા આપી છે.
કોર્ટે જણાવ્યું કે ભારતીય કંપનીએ અગાઉ પોતે જ એવી ખાતરી આપી હતી કે તે ઇવી બજારમાં પ્રવેશ કરવા માટે 'ટેસ્લા' નામનો ઉપયોગ નહીં કરે. કોર્ટે આ મામલાનો અંતિમ નિકાલ ન આવે ત્યાં સુધી આ નિયંત્રણો જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
