<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

પશ્ચિમ બંગાળમાં કાળનો કોળિયો: શાળાએથી પરત ફરતી કાર તળાવમાં ખાબકતા 3 માસૂમ બાળકોના મોત, 2 ઘાયલ!

હાવડાના ઉલુબેરિયામાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના; ઘાયલ બાળકો હોસ્પિટલમાં દાખલ: ઘાયલ બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

હાવડા (પશ્ચિમ બંગાળ) : પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઉલુબેરિયા વિસ્તારમાં સોમવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. શાળાએથી બાળકોને ઘરે લઈ જઈ રહેલી એક કાર કાબુ ગુમાવીને રસ્તા પરથી લપસી ગઈ અને નજીકના તળાવમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ શાળાના વિદ્યાર્થીઓનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે બાળકો ઘાયલ થયા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર સીધી તળાવમાં પડી ગઈ હતી. નજીકના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

(9:59 PM IST)