<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

બોડેલી નજીક હિટ એન્ડ રન:અજાણ્યા વાહને અડફેટે લેતા ત્રણ વ્યક્તિના મોત:બાઈક 600 મીટર દૂર મળ્યું

બાઇક પર સવાર થઈ બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્રણ વ્યક્તિ બાઇક પર જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ઇસમે પોતાનું વાહન પૂરઝડપે હંકારીને ત્રણેયને અડફેટે લીધા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી નજીક આવેલ તાંદલજા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે. વાસણા ગામના કનુભાઈ રોહિત,બાબરભાઈ વણકર અને ધુરાભાઈ વણકર બાઇક પર સવાર થઈ બોડેલી ખાતે  લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત  થયો હતો. સૌથી આશ્ચર્યની વાત તો એક છે કે  મૃતકની બાઇક 600 મીટર દૂરથી મળી આવી છે. બનાવને લઈ લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:05 PM IST)