<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો પ્રચંડ મિસાઈલ કહેર: સેંકડો ડ્રોન ઉપરાંત ઘાતક કિંઝલ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલોનો ખૂબ મોટાપાયે મારો ચલાવ્યો

કીવના હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને થર્મલ પાવર સ્ટેશનોને નિશાન બનાવ્યા: આ હુમલાને કારણે સમગ્ર શહેરમાં વીજળી ડૂલ થયાની અને મોટા પાયે નુકસાન થયાની ભીતિ

નવી દિલ્હી: વેનેઝુએલા ઉપરાંત યુક્રેનમાં પણ યુદ્ધની સ્થિતિ વધુ ભયાનક બની છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલોનો ખૂબ મોટાપાયે મારો ચલાવ્યો છે. 

રશિયાએ અત્યંત ઘાતક ગણાતી 'કિંઝલ' હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરીને કીવના હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને થર્મલ પાવર સ્ટેશનોને નિશાન બનાવ્યા છે. આ હુમલાને કારણે સમગ્ર શહેરમાં વીજળી ડૂલ થવાની અને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

(9:43 AM IST)