હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બદ્રીનાથ ધામના કપાટ શીતકાળ માટે બંધ: ૫૧ લાખ ભક્તોની નોંધપાત્ર હાજરી સાથે ચારધામ યાત્રાનું સમાપન

ઉત્તરાખંડમાં આવેલ સુપ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આજે બપોરે ૨.૫૬ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે શીતકાળ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા વિધિવત રીતે પૂર્ણ થઈ છે. આ વર્ષે યાત્રામાં અડધો કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. હવે એપ્રિલ ૨૦૨૬ના અંતમાં અથવા મે મહિનાના પ્રારંભે ફરીથી ભક્તો માટે મંદિરના દ્વાર ખુલશે.
હિન્દુ ધર્મના પવિત્ર ચારધામ પૈકીના એક એવા બદ્રીનાથ ધામમાં આજે ભક્તિમય માહોલ વચ્ચે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મંદિરના કપાટ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૨.૫૬ કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને સેનાના બેન્ડની સુરાવલીઓ વચ્ચે ભગવાન બદ્રીવિશાલના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવશે. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિત છે, 'જય બદ્રીવિશાલ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પહેલાં ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ પણ શિયાળામાં થતી ભારે હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા. બદ્રીનાથના કપાટ બંધ થવાની સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાનું સમાપન થયું છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે અંદાજે ૫૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી, જે એક નવો વિક્રમ છે.
હવે ભગવાન બદ્રીનાથની ઉદ્ધવજી અને કુબેરજીની ડોલી શિયાળુ નિવાસ સ્થાન પાંડુકેશ્વર અને નૃસિંહ મંદિર, જોશીમઠ તરફ પ્રયાણ કરશે.
શિયાળાના કઠોર હવામાન બાદ, આવતા વર્ષે એટલે કે ૨૦૨૬ના એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો મે મહિનાના પ્રારંભે ફરીથી અક્ષય તૃતીયાના પાવન પર્વ આસપાસ ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે તેવી સંભાવના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
