<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

અમેરિકાના વીઝા રિજેક્‍ટ થતાં મહિલા ડોક્‍ટરે આત્‍મહત્‍યા કરી

સુસાઇડ-નોટમાં તેણે લખ્‍યું હતું, ‘મને પુનર્જીવિત કરવા માટે કોઈ પ્રયાસ ન કરવામાં આવે.'

હૈદરાબાદ,તા.૨૫: હૈદરાબાદમાં ૩૮ વર્ષની મહિલા ડોક્‍ટર રોહિણીને અમેરિકાના વીઝા ન મળતાં તેણે પોતાના ફલેટમાં આત્‍મહત્‍યા કરી લીધી હતી. રશિયાના કિર્ગીઝસ્‍તાનમાં ૨૦૦૫થી ૨૦૧૦ સુધીના સમયગાળામાં બેચલર ઑફ મેડિસિન ઍન્‍ડ બેચલર ઑફ સર્જરી (MBBS)ની ડિગ્રી મેળવનારી આ મહિલા ડોક્‍ટરે લગ્ન નહોતાં કર્યાં અને તે ઇન્‍ટર્નલ મેડિસિનનો અભ્‍યાસ કરવા અમેરિકા જવા માગતી હતી.

તેના ફલેટમાંથી એક સુસાઇડ-નોટ મળી હતી, જેમાં અમેરિકાના વીઝા રિજેક્‍ટ થવાને કારણે તે આ અંતિમ પગલું ભરી રહી હોવાનું જણાવાયું હતું. આ મહિલા ડોક્‍ટર ઘણા સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી.

ડો.રોહિણીએ શુક્રવારે રાતે ચિલ્‍કલગુડાના પદ્મરાવનગર ખાતેના તેના ફલેટમાં આત્‍મહત્‍યા કરી લીધી હતી. તેણે ડ્રગનો ઓવરડોઝ લીધો હતો અથવા કોઈ કેમિકલ ઇન્‍જેક્‍ટ કરી લીધું હતું. સુસાઇડ-નોટમાં તેણે લખ્‍યું હતું, ‘મને પુનર્જીવિત કરવા માટે કોઈ પ્રયાસ ન કરવામાં આવે.'

રોહિણીની મમ્‍મી લક્ષ્મીએ જણાવ્‍યું હતું કે ‘રોહિણી ઇન્‍ટર્નલ મેડિસિનનો અભ્‍યાસ કરવા માટે અમેરિકા જવા માગતી હતી એથી તે સતત અમેરિકાના વીઝા માટે પ્રયાસ કરી રહી હતી. રોહિણીએ તેની કારકિર્દીને કારણે લગ્ન પણ કર્યાં નહોતાં. વીઝાના કામને લીધે તે ગુંટુરથી હૈદરાબાદ ગઈ હતી. ત્‍યાં ઘણી લાઇબ્રેરી છે અને એ પણ તેનું ત્‍યાં રહેવાનું એક કારણ હતું. રોહિણી કહેતી હતી કે ભારતમાં પ્રતિ ડોક્‍ટર દરદીઓની સંખ્‍યા વધુ છે અને ડોક્‍ટરોની કમાણી ઓછી છે, પણ અમેરિકામાં દરદીઓ ઓછા છે અને પગાર સારો મળે છે.

 

(10:30 AM IST)