<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

મેરઠની વાદળી ડ્રમવાળી મુસ્‍કાન મા બનીઃ દીકરીને જન્‍મ આપ્‍યો

મૃતક સૌરભના પરિવારે નવજાત બાળકીના ડીએનએ ટેસ્‍ટની માગ કરી

મેરઠ,તા.૨૫: ઉત્તર પ્રદેશના ચર્ચિત સૌરભ હત્‍યાકાંડમાં આરોપી પત્‍ની મુસ્‍કાન પ્રેગ્નેન્‍ટ હતી અને તેની તબિયત ખરાબ થયા બાદ તેને તાજેતરમાં મેરઠની LLRM મેડિકલ કોલેજમાં દાખલ કરાવી હતી. જેલમાં રહેતી વખતે તબિયત સતત ખરાબ રહેતી હતી. જે બાદ સુરક્ષાની વચ્‍ચે તેને ગાયનેક વોર્ડમાં એડમિટ કરાવી હતી. હવે સોમવારે મુસ્‍કાને નોર્મલ ડિલિવરી દ્વારા એક દીકરીને જન્‍મ આપ્‍યો છે. આ ઘટના એવા સમયે થઈ છે, જ્‍યારે આ જ દિવસે સૌરભ એટલે કે મુસ્‍કાનના પતિનો જન્‍મદિવસ હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી છે.

આરોપી મુસ્‍કાન, જે આ કેસમાં સોશિયલ મીડિયા પર બ્‍લૂ ડ્રમ ક્‍વીનના નામથી ઓળખાય છે. કહેવાય છે કે તેણે જેલ અધિકારીઓને ઘણી વાર પોતાની ખરાબ તબિયતના કારણે ફરિયાદ કરી હતી. જે બાદ મેડિકલ કોલેજ રેફર કરવામાં આવી. ડોક્‍ટર્સ અનુસાર, ડિલિવરી એકદમ સુરક્ષિત રહી અને બાળકી સ્‍વસ્‍થ છે. પ્રસૂતિ ગૃહમાં હાજર ડોક્‍ટર્સે જણાવ્‍યું કે સાંજના ૬.૫૦ કલાકે મુસ્‍કાનને નોર્મલ ડિલિવરી કરાવી અને હાલમાં તે દેખરેખ હેઠળ છે.

એવો દાવો કરવામાં આવે છે કે મુસ્‍કાનને દીકરો જોઈતો હતો. તે હંમેશા કહેતી હતી કે તેને કૃષ્‍ણ જેવો દીકરો જોઈએ છે. પણ કિસ્‍મતે તેની આ ઈચ્‍છા પૂરી થવા દીધી નથી. આ મામલે સોશિયલ એંગલ અને ભાવનાત્‍મક પક્ષને લઈ પણ ચર્ચાઓ થવા લાગી છે.

આ બાજુ મૃતક સૌરભના પરિવારે નવજાત બાળકીના ડીએનએ ટેસ્‍ટની માગ કરી છે. સૌરભના ભાઈનું કહેવું છે કે જો ડીએનએ રિપોર્ટમાં આ પુષ્ટિ કરે કે બાળકી અમારા પરિવારની છે, તો અમે તેને અપનાવી લઈશું અને તેનું પાલન પોષણ કરીશું. પરિવારનું કહેવું છે કે સત્‍ય જાણવું જરુરી છે, કારણ કે આ મામલો સંવેદનશીલ પણ છે અને કાયદાકીય રીતે પણ મહત્ત્વનો છે.

મુસ્‍કાનને મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્‍યા બાદ સુરક્ષા વ્‍યવસ્‍થા વધારી દીધી છે. વોર્ડની બહાર પોલીસના જવાનો તૈનાત છે. કોઈ બહારના વ્‍યક્‍તિને મળવાની પરવાનગી નથી. અધિકારીઓનું કહેવું છે કે કાનૂની પ્રક્રિયા અંતર્ગત આગળની કાર્યવાહી કરવામાં આવશે અને મા-બાળકીને દેખરેખમાં રાખવામાં આવશે.

(10:34 AM IST)