<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

દુનિયાના સૌથી વધારે કામ કરનારા દેશોની લિસ્‍ટમાં ભૂટાન પ્રથમ

દુનિયામાં ભૂટાન દેશના લોકો છે સૌથી વધુ મહેનતીઃ ટોપ ૧૦માં નથી આવતા ભારતના લોકો : સુદાનમાં પુરુષો ૫૧.૯ કલાક અને મહિલાઓ ૪૫.૭ કલાક કામ કરે છે. ત્રીજા નંબર પર લેસોથો છે, જ્‍યાં લોકો અઠવાડિયામાં ૫૦.૨ કલાક કામ કરે છે

નવી દિલ્‍હી,તા.૨૫: દુનિયામાં કામ કરવાના કલાકો કેવી રીતે બદલાઈ રહ્યા છે, તેને સમજવા માટે ઇન્‍ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને પોતાનો ૨૦૨૫નો રિપોર્ટ જાહેર કરી દીધો છે, જેમાં અલગ અલગ દેશોમાં પુરુષો અને મહિલાઓ દ્વારા અઠવાડિયામાં કરવામાં આવતા સરેરાશ કામના કલાકોનું એનાલિસિસ કરવામાં આવ્‍યું છે. આજે મોટા ભાગના લોકો ટોક્‍સિક વર્ક કલ્‍ચરનો વિરોધ કરી રહ્યા છે અને કંપનીઓ પણ કર્મચારીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય, આરામ અને સંતુલિત જીવનશૈલી પર ભાર આપી રહી છે. ત્‍યારે જ કેટલાય દેશોમાં આર્થિક પ્રેશર, ઓછી ઉંમર, ઘરેલૂ જવાબદારી અને ટેકનિક વિકાસની કમી લોકોને લાંબા કાર્ય કલાકો માટે મજબૂર કરી દે છે. આ જ કારણ છે કે કેટલાય દેશોમાં લોકો હજુ પણ અઠવાડિયામાં ૫૦ કલાકથી વધારે કામ કરી રહ્યા છે.

ILOના આ રિપોર્ટ અનુસાર, ભૂટાન દુનિયાના સૌથી વધારે કામ કરનારા દેશોની લિસ્‍ટમાં પહેલા સ્‍થાન પર છે. જ્‍યાં લોકો સરેરાશ ૫૪.૫ ટકા કામ કરે છે. ખેતી અને પર્યટન જેવા ક્ષેત્રમાં કાર્યભાર વધારે હોવાથી અહીં લાંબા કલાકો કામ કરવાનું સામાન્‍ય વાત છે. ભૂટાનમાં પુરુષ સરેરાશ ૫૫ કલાક અને મહિલાઓ ૫૩.૭ કલાક કામ કરે છે. ત્‍યાર બાદ બીજા નંબર પર સુદાન આવે છે, જ્‍યાં સરેરાશ કામ અઠવાડિયામાં ૫૦.૮ કલાક છે.

 ટ્રેડિશનલ વર્ક કલ્‍ચર અને કડક અનુશાસનના કારણે સુદાનમાં પુરુષો ૫૧.૯ કલાક અને મહિલાઓ ૪૫.૭ કલાક કામ કરે છે. ત્રીજા નંબર પર લેસોથો છે, જ્‍યાં લોકો અઠવાડિયામાં ૫૦.૨ કલાક કામ કરે છે અને દેશની અર્થવ્‍યવસ્‍થા ખેતી અને પ્રવાસી મજૂરી પર આધારિત છે.

આ લિસ્‍ટમાં ચોથા નંબર પર કાંગો છે, જે સરેરાશ ૪૮.૭ કલાક કામ કરે છે. પાંચમા નંબર પર સંયુક્‍ત અરબ અમીરાતના લોકો છે, જ્‍યાં ૪૮.૪ કલાક લોકો કામ કરે છે. ત્‍યાર બાદ સાઓ ટોમે એન્‍ડ પ્રિસિપીમાં લોકો ૪૮.૨ કલાક, જોર્ડનમાં ૪૭.૮ કલાક, લાઇબેરિયામાં ૪૭.૫ કલાક, પાકિસ્‍તાનમાં ૪૭.૫ કલાક અને કતરમાં ૪૬.૮ કલાક સરેરાશ અઠવાડિયામાં કામ કરે છે. આ દેશોમાં કાં તો આર્થિક પડકાર છે અથવા કામકાજના ક્ષેત્રોમાં શ્રમિકો પર વધારે નિર્ભરતા છે. જેના કારણે લોકોને અપેક્ષાકૃત આરામ ઓછો મળે છે અને કામના કલાકો વધી જાય છે.

આ લિસ્‍ટમાં ભારત ટોપ ૧૦ દેશોમાં નથી આવતો, પણ ૧૫માં સ્‍થાન પર ચોક્કસથી છે. અહીં લોકો સરેરાશ અઠવાડિયામાં ૪૫.૮ કલાક કામ કરે છે. ભારતના આંકડામાં સૌથી ખાસ વાત પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામના કલાકોમાં મોટો ફરક છે. પુરુષો જ્‍યાં ૪૯.૮ કલાક કામ કરે છે, તો વળી મહિલાઓ ખાલી ૩૫.૯ કલાક કામ કરે છે. આ અસમાનતા પાછળ ઘણા કારણો છે. જેમ કે ઘરેલૂ જવાબદારીનો બોજ, ગ્રામીણ વિસ્‍તારમાં મહિલાઓ રોજગારની કમી, પરંપરાગત સામાજિક વિચાર અને મહિલા શ્રમ ભાગીદારી ઓછી હોવાનું પણ કારણ છે.

ILOનો આ રિપોર્ટ બતાવે છે કે, ભલે દુનિયામાં કંપનીઓ વર્ક-લાઇફ બેલેન્‍સ પર ધ્‍યાન આપી રહી હોય, પણ આર્થિક જરૂરિયાતો, સામાજિક સંરચના અને રોજગારની પ્રકૃતિ હજુ પણ કેટલાય દેશોમાં લોકોને વધારે કામ કરવા માટે પ્રેશર બનાવે છે. ભારત સહિત કેટલાય દેશોમાં પોતપોતાના સ્‍તરે સુધારો થઈ રહ્યો છે, સારા વર્ક કલ્‍ચર માટે હજુ પણ વધારે સારા પ્રયાસોની જરૂર છે

(10:37 AM IST)