News of Tuesday, 25th November 2025
BJP અને વડા પ્રધાન મોદીની ટીકા કરનાર દીકરાને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂકયો

નવી દિલ્હી, તા.૨૫: ચોરે ને ચૌટે, ડાઇનિંગ ટેબલ પર અને બીજા દરેક ઠેકાણે રાજકારણની ચર્ચા કરવી એ ભારતીયોનો આમ તો શોખ બની ગયો છે. આવી રાજકીય ચર્ચાઓ ઘણી વાર એટલી ઉગ્ર બની જાય છે કે એ ગંભીર ઝઘડામાં પરિણમે છે અને ઘણી વાર તો હિંસક પણ બની જાય છે. જોકે પરિવારના સભ્યો વચ્ચે થતી આવી ચર્ચાઓ સંબંધોને ખરાબ અસર પહોંચાડે છે. એવો જ એક કિસ્સો હમણાં બન્યો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડા પ્રધાન મોદી વિશે ટીકા કરનાર દીકરાથી તેના પપ્પા એટલા ગુસ્સે ભરાઈ ગયા કે તેની સાથે સંબંધ જ કાપી નાખવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, પોતાના વિલમાંથી દીકરાનું નામ પણ હટાવી દીધું. પપ્પાના આ નિર્ણયને કારણે દીકરાનું શું થયું એની તો ખબર નથી, પણ આ કિસ્સા પછી રાજકીય મતભેદો કેટલા સિરિયસ પરિણામ સુધી પહોંચી શકે છે એની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખૂબ ચાલી રહી છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
